ખિસ્સામાં ફાટ્યો સ્માર્ટ ફોન, બ્લાસ્ટમાં થઈ યુવકના પગની આવી હાલત

મોબાઈલ ફોન ફાટવો એક એવી ઘટના છે જે દરેક વ્યક્તિને ડરાવે છે જે દરેક ક્ષણે પોતાનો ફોન પોતાની સાથે રાખે છે. ફરી એકવાર સ્માર્ટ ફોન ફાટવાની ઘટના સામે આવી છે. આ ઘટના ઉજ્જૈનમાં એક દુકાનમાં બેઠેલા યુવક સાથે ત્યારે બની જ્યારે તેના જીન્સના ખિસ્સામાં ફોન હતો.

ઉજ્જૈન શહેરના ફાજલપુર વિસ્તારના ફૂટવેરની દુકાનના માલિક નિર્મલ પમનાનીના જીન્સના ખિસ્સામાં રાખેલો RED MI કંપનીનો મોબાઈલ ફોનને કારણે દુકાનમાં અચાનક વિસ્ફોટ થવાથી દોડાદોડી થઈ હતી. મોબાઈલના આ બ્લાસ્ટથી નિર્મલના પગ અને જીન્સ ખરાબ રીતે દાઝી ગયા છે.

નિર્મલની સાથે જલ્દી જ એને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી. સદનસીબે, આ સમયગાળા દરમિયાન કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી, નિર્મલે કહ્યું કે તે મોડી સાંજની ઘટના હતી.

વાત જાણે એમ છે કે કાળઝાળ ગરમીના કારણે અત્યાર સુધી સતત ઈલેક્ટ્રીક બેટરી બ્લાસ્ટના કિસ્સાઓ જોવા મળતા હતા પરંતુ હવે જિલ્લામાં મોબાઈલ બ્લાસ્ટનો એક કિસ્સો સામે આવ્યો છે. જે ઉનાળાની ઋતુમાં ઓવરચાર્જિંગ અને મોબાઈલથી અંતર રાખવાનો મોટો સંદેશ આપે છે.

Leave a Reply

Your email address will not be published.