ખોડલધામમાં નરેશ પટેલ સાથેની બેઠક બાદ કોંગ્રેસના હાર્દિક પટેલનું મોટું નિવેદન

ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે તેના કારણે ગુજરાતમાં રાજકારણીય વાતાવરણ ફેલાઈ ગયું છે. એવામાં પાટીદારોને ખૂબ જ મોટી મીટીંગ યોજવામાં આવી હતી જેમાં મીટીંગ પહેલા નરેશ પટેલને નિવેદન આપી જણાવ્યું હતું કે, આજના દિવસે અમે બધા ખોડલધામ ના દર્શને જઈ રહ્યા છીએ, ત્યારબાદ મીટીંગ બોલાવી રાજકીય બાબતો ને આગળ લાવવા અને સામાજિક રીતે લોકોને જાગૃત કરવા માટે તેમ જ વિકાસના મુદ્દે અમે આજે બધા ભેગા થઈ રહ્યા છીએ.

રાજકોટમાં બનાવેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માં આમંત્રણ પત્રિકા માંથી નરેશ પટેલનું નામ દૂર કરવામાં આવ્યું હતું જેના બાદ સોશિયલ મીડિયામાં ખૂબ જ વિવાદો જ જોવા મળ્યા હતા. આ હોસ્પિટલનું લોકાર્પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન દ્વારા ૨૯મીના રોજ કરવામાં આવશે.

ત્યારબાદ નરેશ પટેલ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે આયોજકોની ઈચ્છાની વાત છે કોનું નામ લખવું અને કોનું નામ ન લખવું. ખોડલધામ એ લેઉવા પટેલ માટે ખૂબ જ પવિત્ર ધામ છે. જો કાર્ડ માં ખોડલ ધામ નું નામ ન હોય તો સ્વાભાવિક રીતે લોકોમાં ગુસ્સો જોવા મળી શકે છે. જેના કારણે અનેક મોટા લોકો નો ફોન નરેશ પટેલ ઉપર આવ્યા હતા. ખોડલ ધામ પાટીદારની ખૂબ જ મોટી સંસ્થા છે અને જો આ સંસ્થાનું નામ કાર્ડ માં લખવા ના આવે તો લોકો સ્વાભાવિક રીતે નારાજગી જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.