ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો રાજકારણમાં આવવાનો સંકેત, જાણો શું થયું જામનગરમાં

જ્યારે જ્યારે ચુંટણી નજીક આવે એટલે અનેક અટકળો અફવા બજારમાં ફરતી થાય છે. એમાંથી ઘણી અફવાઓ સાચી પણ સાબિત થાય છે જ્યારે અમુક અફવાઓ પોકળ પણ સાબિત થાય છે. આ વર્ષએ અટકળના બજારમાં એક અફવા ઊડી છે. હવે એવું નથી કે આ સંપૂર્ણ અફવા જ છે પેલું કહેવાય છે ને કે ધુમાડો ત્યારે જ થાય જ્યારે ક્યાંય આગ લાગી હોય. તો ચાલો ચુંટણીના રસિયાઓ માટે આજે અમે લઈને આવ્યા છે એવા જ એક રસપ્રદ સમાચાર.

ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ લોકોની નજર એ જોવા ઉત્સુક છે કે આ વખતે કોણ પોતાનો પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાશે અથવા તો પોતાના મનગમતા પક્ષમાં કોણ નવો ચહેરો આવશે. તો તમને જણાવી દઈએ કે હમણાં તો બધા સૌથી પહેલા એ વાતની રાહ જોઈ રહ્યા છે કે વિધાનસભાની ચુંટણી વહેલા થશે કે નહીં.

આવી જ બીજી પણ એક ચર્ચાએ જોર પકડયું છે કે ખોડલધામના ચેરમેન કે જેમનું નામ નરેશભાઈ પટેલ છે તેઓ કયા પક્ષમાં જોડાશે. અત્યારની પાવરફૂલ ત્રણે પાર્ટીઓ ભાજપ, કોંગ્રેસ અને આપ એ નરેશભાઈ પર જ નજર રાખીને બેઠા છે. આ દરેક પક્ષ નરેશભાઈને પોતાની પાર્ટીમાં જોડવા માટે ખૂબ ઉત્સાહિત છે. તેઓ નરેશભાઈને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે ઘણા પ્રયત્ન પણ કરી રહ્યા છે.

 

તમને જણાવી દઈએ કે હમણાં એક અઠવાડિયા દરમિયાન નરેશભાઈ પટેલે ભાજપના નેતાઓ સાથે ઘણી વાર જોવા મળ્યા છે. આજે તેઓ જામનગરમા આયોજન કરવામાં આવેલ ભાગવત સપ્તાહમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટિલ કે જેઓ સ્ટેજ પર હતા તેમની સાથે નરેશભાઈ પટેલ પણ સ્ટેજ શેર કરી રહ્યા હતા. આવી રીતે નરેશભાઈ પટેલ ભાજપના નેતાઓની નજીક આવી રહ્યા છે એ જોતાં અંદાજ લગાવી શકાય છે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.

આમ પટેલ અને પાટિલને સાથે જોઈને ઘણા બધા લોકોએ અટકળો લગાવવા લાગી છે કે હવે લગભગ ખોડલધામના ચેરમેન એવા નરેશભાઈ પટેલ ભાજપ સાથે જોડાઈ શકે છે. આ તો એક અંદાજો છે. તમને શું લાગે છે શું થશે? કોમેન્ટમાં જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published.