ખૂબ જ ઝડપે ફેલાય રહ્યો છે માઈગ્રેન નો રોગ, ટૂંક સમય મા જ આ ઉપાય થી મેળવો રાહત…

અત્યારે લોકોને કામ કે બીજી કોઈ સમસ્યાને લીધી માથાનો દુ:ખાવો થતો રહે છે.આને કારણે તે સરખી રીતે કામ કરી શકતા નહી. તે ઘણા કામ ભૂલી પણ જાય છે આવું થાય ત્યારે તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ. કારણ કે આ દુ:ખાવાથી માઈગ્રેન જેવી ગંભીર તકલીફ થઈ શકે છે. તેથી તમારે જ્યારે પણ આ સમસ્યા થાય ત્યારે તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

ઘણા લોકો આ માથાના દુ:ખાવાને સાવ સામાન્ય સમજીને તેની દવા ખાઈ લેતા હોય છે. પરંતુ આ દવા લેવાથી તમને આમાથી બચવાને બદલે તે આ તકલીફને વધારે જટીલ બનાવી દે છે. મનુષ્યના શરીરની અંદર ઘણા બધા હોર્મોન્સ રહેલા હોય છે. જેવા કે સેરોટોનિન, ઈસ્ટ્રોજન આ બે હોર્મોન્સ મુખ્યત્વે આ તકલીફ માટે જવાબદાર છે. જ્યારે સેરોટીનીન વધારે પ્રમાણમાં ઉત્પન્ન થઈ જાય ત્યારે ત્યારે તે આપના મગજમાં લોહીની નસોને સાંકળી કરી દે છે.

તેના લીધે આપણને માથાનો દુ:ખાવો થાય છે. તેવી જ રીતે જ્યારે ઇસ્ટ્રોજન હોર્મોન્સ વધારે સ્ત્રીમા જોવા મળે છે. તેના લીધે માઇગ્રેન વધારે પડતી સ્ત્રીઓને થયા છે. જ્યારે આનું પ્રમાણ વધે અથવા ઘટે ત્યારે માથાનો દુ:ખાવો થાય છે. તેને ઘણા લોકો આધાશીશી કહેવાય છે. ઘણી વાર ધબકારા થાય એવી રીતે માથાનો દુ:ખાવો થાય છે. તેને પલસેટિંગ પેઈન કહે છે. ત્યારે તે વ્યક્તિને મગજની નસોના ધબકારનો અનુભવ થયા છે.

ઘણી વખત આ દુખાવને કારણે ગરદનની પાછળના ભાગમાં અને આંખમાં પણ આ દુખાવો થાય છે. ઘણા વ્યક્તિને આ દુખાવો એક બાજુ એટલેકે જમણી કે ડાબી બાજુએ થાય છે. આ તકલીફ થાય ત્યારે તે વ્યક્તિ વધારે લાઇટ કે વધારે અવાજ સહન કરી શકતો નથી. તેમણે ઘણી વાર ઉલ્ટી અથવા ઊબકા પણ થાય છે. તેના લીધે નબડાઈ આવી જાય છે. સ્વભાવ પણ ચિડિયો બની જાય છે.

વધારે પડતી ચિંતા કરવાથી પણ આ સ્થિતિ સર્જાઈ શકે છે. અથવા કોઈ શોક કે ભાવનાત્મક સમાચાર સાંભળીને પણ આ તકલીફ થઈ શકે છે. તેને થવાના ઘણા કારણ હોય છે જેવા કે અધૂરી ઊંઘ, તણાવ, શરીરના અંદરના બદલાવ, વધારે લાઇટ, વધારે સૂર્ય પ્રકાશ, દવાઓ, કબજિયાત, નશીલા પદાર્થો, હવામાનનું ફેરફાર, કોફી, ચોકલેટ વગેરે જવી વસ્તુનું સેવન કરવાથી આ થઈ શકે છે.

વધારે મહેનત વાળું કામ કરવાથી કે વધારે કમ્પ્યુટર અથવા મોબાઈલ વાપરવાથી તમને ગાર્ડન અથવા પીઠના સ્નાયુ થાકી જાય છે. તેના લીધે પણ આ તકલીફ થઈ શકે છે. લોહીમાં શુગર ઓછી હોવાથી પણ આ થઈ શકે છે. ઘણી વાર ઊંઘ પૂરી ન થવાથી પણ આ તકલીફ થઈ શકે છે.

આ દુખાવો થાય ત્યારે તમારે તેના કપાડ પર ઠંડા પાણીની પટ્ટી મૂકવી જોઈએ. તેનાથી તમને થોડી રાહત મળશે. માઈગ્રેનનું મુખ્ય કારણ ડિહાઇડ્રેશન છે. તેથી તમારે વધારે પાણી પીવાથી શરીરને ડિહાઇડ્રેશન થી બચાવી શકાય છે. તેનાથી તમને આ તકલીફ નહીં થાય.

ઘણા નિષ્ણાંતો માને છે કે આ સમસ્યામાં હેન્ડબેન્ડ લાગવાથી રાહત રહે છે. પહેલા આ દર્દીઓ આનો વધારે ઉપયોગ કરતાં હતા હવે આનો ઉપયોગ સાવ ઓછા લોકો કરે છે. આ તકલીફ વાળા લોકોએ ક્યારેય પણ ભૂખ્યા પેટે કામ ન કરવું. તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમારે કઈ પણ ખાઈ લેવું જોઈએ. તમારે થોડી વારે થોડી વારે કઈક ખાતા રહેવું જોઈએ. તેમાં વધારે લીલા શાકભાજી અને ફાળો વધારે ખાવા જોઈએ.

મેગ્નેશિયમ વાળો આહાર લેવાથી પણ રાહત મળે છે. તમારે એવી જગ્યાએ ન જવું જોઈએ કે જ્યાં વધારે સૂર્ય પ્રકાશ હોય, વધારે ગંધ આવે ત્યારે આની સમસ્યા વધી શકે છે. તમારા રૂમની બહાર જતાં તમને વધારે પ્રકાશ ન આવે તેનું ધ્યાન રાખવું. સૂર્ય પ્રકાશથી બચવાનો પ્રયત્ન કરવો.

આ સમસ્યા સરસાવના ઉપયોગથી દૂર થાય છે. સરસવને પીસીને તેને પાણીમાં પેસ્ટ બનાવીને નાક અને માથામાં લગાવીને આ તકલીફ માથી રાહત મેળવી શકાય છે. વધારે અને ઊંડી ઊંઘ કરવાથી પણ આરામ મળે છે. તમારે વધારે અવાજ વાળી જગ્યાથી દૂર રહેવું જોઈએ.

આ સમસ્યામાં તમારે બહારનું જંકફૂડ અથવા પેકેટની વસ્તુ ન ખાવી જોઈએ. તેમાં રસાયણિક તત્વો રહેલા હોય છે. તમારે કસરત કરવી જોઈએ મોટાભાગના રોગો કસરત કરવાથી દૂર થાય છે. આને થવાનું મુખ્ય કારના હોય છે તણાવ તેથી તેને દૂર કરાવવા માટે તમારે તણાવ મુક્ત વ્યાયામ કરવા જોઈએ તેનાથી તમને આ તકલીફ દૂર થયા છે.

Leave a Reply

Your email address will not be published.