કીડનીને ડીટોક્સ કરીને કાઢશે ઝેરી પદાર્થોને બહાર, એકવાર અજમાવો આ આયુર્વેદિક ઉપાય અને નજરે જુઓ પ્રભાવ…

કિડની આપણા શરીરમાં ફિલ્ટર તરીકે કાર્ય કરે છે, તેથી તેની નિયમિત રીતે સાફ સફાઈ કરવી પણ આવશ્યક છે. કિડનીમાં મીઠાનું પ્રમાણ વધતા ઉપચારની જરૂર પડે છે. તેને લીધે કિડનીમાં ઝેર જેવો પદાર્થ ભેગો થાય છે અને પથરીની સમસ્યા થઈ શકે છે. તેથી કિડની સમયાંતરે સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે.

તેના માટે એક વાટકી ધાણાને પાણીમાં બરાબર રીતે ધોઈ લો અને નાના કટકા કરી લો. ત્યારબાદ તેને ૧ લીટર પાણીમાં નાખો પછી તેમા અજમો ઉમેરો. ધાણાના પાન, અજમો અને પાણીને ૧૦ મિનીટ સુધી ઉકળવા માટે રાખો. ત્યારબાદ પાણીને ઠંડુ કરીને પીવાથી પેશાબ સાથે બધી જ ગંદકી બહાર આવી જશે.

તાજા લીમડા ના પાન નો રસ, ઘઉંના જવારા નો રસ અને ગિલોય નો રસ આ ત્રણે ૫૦-૫૦ ગ્રામ મિક્ષ કરીને સવાર-સાંજ પીવાથી કિડની સાફ સફાઈ સારી રીતે થઈ જશે. ધ્યાન રાખો કે આ પીધા પછી એક કલાક સુધી કંઈ ખાવું કે પીવું નહીં. આ ઉપરાંત કિડનીની સ્વચ્છતા માટે આદુની ચા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેના માટે મધ, હળદર, વાટેલું આદુ, નાળિયેરનું દૂધ અને પાણી લો.

સૌપ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકી ત્યારબાદ તેમાં આદુ અને હળદર ઉમેરો પછી એક કપ દૂધમાં મધ ઉમેરીને ચા મા નાખો. આ ચા દરરોજ પીવાથી કિડની ના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેશે. દહીં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. કારણ કે તેમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા રહેલા હોય છે.

આ બેક્ટેરિયા પાચનક્રિયાને સુધારવા માટે ખૂબ જ ઉપયોગી છે, તેમજ તે કિડની માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત માર્શમેલો એટલે કે ખાટમી પણ કિડની સાફ સફાઈ માટે ઉપયોગી છે. તેમાં રહેલા તત્વો પેશાબ ના વિસર્જન ની ક્રિયા ઝડપી બનાવે. જેને લીધે કિડની માં રહેલા ઝેરી પદાર્થ બહાર નીકળીને કિડની સાફ થાય છે.

કાળી દ્રાક્ષનું સેવન કિડની માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન સી હોય છે અને વિટામિન બી૬ પણ રહેલું હોય છે. આ ઉપરાંત પોટેશિયમ, કેલ્શિયમ, ફોલેટ અને આયર્ન ની માત્રા પણ લાલ દ્રાક્ષ માં ભરપૂર પ્રમાણમાં હોય છે. જે પેટની સમસ્યા દૂર કરે છે અને કિડની ના ઝેરી તત્વો બહાર કાઢે છે.

આ ઉપરાંત હળદર ડીટોકસીફાય નું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે, તે કિડની અને લીવર માં લોહીનું વહન કરે છે. જે શરીરમાંથી હાનિકારક તત્વો ને દૂર કરે છે. લીંબુનો રસ મા એક ચમચી હળદરનો રસ મિક્સ કરીને એક ચપટી લાલ મરચું અને મધ ઉમેરો. આ મિશ્રણને એક કપ ગરમ પાણીમાં મિક્સ કરીને પી જવું તેનાથી કિડનીની દરેક પ્રકારના ઇન્ફેક્શન દૂર થઈ જશે.

આ ઉપરાંત દરરોજ એક ગ્લાસ સેલેરી નું જ્યુસ પીવાથી કિડની નું સ્વાસ્થ્ય સારું રહે છે અને પથરીનું જોખમ દૂર થાય છે. મકાઈના રેસાનો ઉપયોગ કરીને પણ કિડની ને સાફ કરી શકાય છે. તે મૂત્રાશયમાં સંક્રમણ કિડનીની પથરી અને પેશાબની અન્ય વિકારો પણ દૂર કરે છે. તેના માટે મકાઈના રેસા ને પાણીમાં ઉકાળીને તેનો સીધો ઉપયોગ કરી શકાય છે અને સ્વાદ વધારવા માટે તેમાં મધ પણ ઉમેરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *