કિંજલ દવે પાસે છે બોલિવૂડની અભિનેત્રીઓ કરતા પણ મોંઘુ પર્સ, જાણો તેની કિંમત

બૉલીવુડની અભિનેત્રીઓનો એરપોર્ટ લુક તો તમે ઘણીવાર વાઇરલ થતાં જોયો જ હશે તો તમને જણાવી દઈએ કે આપણાં ગુજરાતની ફેમસ ગાયિકા કિંજલ દવે પણ હવે પાછળ નથી. હમણાં સોશિયલ મીડિયા પર તેમનો એરપોર્ટ લુક ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ બધા ફોટોમાં કિંજલ દવે પોતે ખૂબ સુંદર દેખાય છે.

પણ તેમના આ ફોટો વાઇરલ થવા પાછળ એક બહુ ખાસ કારણ છે. કિંજલ દવેના આ ફોટોમાં તમને એક ખાસ કોમન વસ્તુ જોવા મળશે. તેમના આ દરેક ફોટોમાં તમે એક પર્સ જોઈ શકશો. પર્સ એક એવી વસ્તુ હોય છે જે દરેક યુવતીઓ અને મહિલાઓને ખૂબ પસંદ હોય છે. એમાં પણ જ્યારે વ્યક્તિને બ્રાન્ડેડ વસ્તુ વાપરવાનો ચસ્કો લાગે છે પછી તો તે પોતાનો શોખ પૂરો કરીને જ રહે છે.

દરેક અભિનેત્રી અને બીજા કલાકારની જેમ કિંજલને પણ પર્સનો શોખ છે. આજસુધી તેમણે કરેલી મહેનતથી આજે તેઓ એ જગ્યાએ છે જયા તેઓ પોતાના કોઈપણ મોંઘા શોખ પૂરા કરવા સક્ષમ છે. તમને જણાવી દઈએ કે આજસુધી તમે પણ કિંજલની સફળતા સુધી પહોંચવાની કહાની જાણતા જ હશો. આજે અમે તમને એ વાત જણાવી રહ્યા છે કે કિંજલના વાઇરલ એરપોર્ટ લુકમાં તેમણે જે પર્સ સાથે કેરી કર્યું છે તે કેટલું મોંઘું છે.

તમને જણાવી દઈએ કે કિંજલે બાકીની અભિનેત્રીઓની જેમ કે મોટા કલાકારની જેમ આ પર્સ બ્રાન્ડેડ કંપનીનું સાથે કેરી કર્યું છે. તમને આ પર્સની કિમત વિષે જણાવીએ તો 2,61,000 ની આસપાસ આ પર્સની કિમત છે. આ પર્સ Christian Dior બ્રાન્ડનું છે. આ પર્સની ઓનલાઈન કિમત 2,61,000 થી વધારે છે.

 

કિંજલ દવે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તેઓ અવારનવાર ઘણા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે. આ દરમિયાન તેમણે પોતાના અમેરિકા પ્રવાસના કેટલાક ફોટો શેર કર્યા હતા જેમાં તેની સાથે Christian Diorનું આ મોંઘું પર્સ જોવા મળ્યું હતુ. તમારું ગમતું કિંજલ દવેનું ગીત કયું? કોમેન્ટમાં જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published.