કોચિંગ વિના આ દીકરીને લાગી ૨૩ લાખ રૂપિયાની નોકરી, માતા-પિતા સહિત સમગ્ર રાજ્યનું નામ કયું રોશન

આજના યુવાનો સારું કમાવા માટે પોતાના પરિવારના પૈસા બગાડીને સારી કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય છે. અને પોતે પણ અભ્યાસ દરમિયાન ખુબ જ મહેનત કરતા હોય છે. પરંતુ આજે એક યુવતીએ જ દરેક લોકો માટે પ્રેરણા પૂરી પાડી છે અને આજે તે વર્ષે લાખો રૃપિયાના પેકેજ વારી કંપનીમાં નોકરી લાગી ગઈ છે. સમગ્ર વાત એમ છે કે એક છોકરીને તે 23 લાખ રૂપિયા વાળી નોકરી મળે છે. જે સમગ્ર લોકો માટે ખૂબ જ ગર્વ લેવા જેવી વાત છે.

દિવસે દિવસે બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. પરંતુ આ દીકરી એ ખૂબ જ અલગ કાર્ય કરવાના કારણે કંપનીમાં ઉચ્ચ પગાર વારી નોકરી મળી ગઈ છે. સમગ્ર ઘટના ભોપાલની છે જ્યાં હજુ આ છોકરી નું અભ્યાસ પૂર્ણ થયો નથી પરંતુ તે પહેલાં તેને લાખો રૂપિયા પગારવાળી નોકરી મળી જતા સમગ્ર લોકો ખૂબ જ હેરાન અને ખુશ થઈ ગયા છે. આ છોકરી હાલમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ માં ભણી રહી છે અને તેના છેલ્લા વર્ષમાં પોતાનો અભ્યાસ ચાલુ છે.

એ વાતની તમને નવાઈ લાગશે કે જીવનમાં કોઈ દિવસ કોચિંગ લીધું નથી અને પોતાના અભ્યાસ માટે તેને જાતે મહેનત કરી છે દીકરી નું નામ મોક્ષા જૈન છે. અને તેના પિતા એક પ્રોપર્ટી ડીલર છે. આ યુવતીને વોલમાર્ટ કંપનીમાં પસંદગી થઇ છે અને અત્યારે ચેન્નઈ અથવા બેંગ્લોરમાં તેની પોસ્ટ જોવા મળી શકે છે અને એક વર્ષના તેને નોકરી પેટે ૨૩ લાખ રૂપિયા આપવામાં આવશે.

મોક્ષા સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેને આ નોકરી નો મુખ્ય શ્રેય તેનાં માતા-પિતાને માને છે અને તેને અનેક વાર તેની ઈન્ટરશિપ પણ કરી છે. અને તેને અભ્યાસ દરમિયાન ખુબ જ મોટી સફળતા હાથ મળી છે. અને માતા-પિતાનું નહીં પરંતુ સમગ્ર ભોપાલ નું નામ રોશન કર્યું છે.

તમને કુલ ત્રણ દીકરીઓ છે અને મોક્ષ આ બીજા નંબરની બહેન છે. આ દીકરી કોમ્પ્યુટર સાયન્સ ના છેલ્લા વર્ષમાં પોતાનો અભ્યાસ કરી રહી છે. અને પોતાનો અભ્યાસ હજુ સુધી પૂર્ણ થયું નથી અને લાખો રૂપિયાનો પગારની નોકરી મેળવી લીધી છે.

તેને સફળતા મળતાં પરિવારજનો તેમજ સ્થાનિક લોકો ખૂબ જ ખુશ થઇ ગયા છે અને હવે અભ્યાસ બાદ થોડા સમયમાં તેને તેમને અથવા બેંગ્લોર કોઇપણ શહેરમાં પોસ્ટિંગ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.