કોલેજના દિવસોમાં આવી દેખાતી હતી તારક મહેતાની દયાબેન, થ્રોબેક ફોટો જોઈ ઉડી જશે તમારા હોશ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને સબ ટીવી પરના સૌથી લોકપ્રિય શોમાંથી એક ગણવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી આ શો દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જો કે આ શોમાં કામ કરતા ઘણા કલાકારોએ શો છોડી દીધો છે. શોમાં દર્શકોનું સૌથી પ્રિય પાત્ર હતું દયાબેન. જેઓ હવે શોમાં નથી, પરંતુ તેમ છતાં લોકોના દિલ પર રાજ કરે છે.

દયાબેનના રોલમાં દિશા વાકાણી દેખાતી હતી. હાલ તે પોતાના બધો ટાઈમ પરિવારને આપી રહી છે. ઘણી વખત મેકર્સે એવો પ્રયાસ પણ કર્યો હતો કે દિશા ફરી એકવાર શોમાં પાછી ફરે. આ દરમિયાન દિશાનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા ફોટામાં દિશા ખૂબ જ સુંદર લાગી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિશા વાકાણીનો આ ફોટો કોલેજ દરમિયાનનો હતો. ગુજરાતના અમદાવાદમાં દિશાનો જન્મ થયો હતો, પરંતુ તેનો ઉછેર ભાવનગરમાં થયો હતો.

Taarak Mehta Ka Ooltah Chashmah Fame Dayaben Aka Disha Vakani Throwback Photo Went Viral On Social Media | कॉलेज के दिनों में कुछ ऐसी दिखा करती थीं तारक मेहता की दयाबेन, थ्रोबैक

દિશાએ જ્યારે સ્કૂલમાં હતી ત્યારથી જ એક્ટિંગ શરૂ કરી દીધી હતી. દિશા વાકાણીએ ગુજરાત કોલેજ, અમદાવાદમાંથી નાટકીય કળામાં ગ્રેજ્યુએશન કર્યું હતું. દિશા વાકાણીએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સ્થાન સુધી પહોંચવા માટે દિશા વાકાણીને ઘણી મહેનત કરવી પડી હતી. દિશાએ ઘણા શોમાં ફ્રીમાં કામ કર્યું હતું.

બહુ ઓછા લોકો જાણતા હશે કે દિશા વાકાણીએ પોતાના કરિયરની શરૂઆત કોઈ ટીવી શોથી નહીં પરંતુ ફિલ્મોથી કરી હતી. તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે વર્ષ 1997માં તેણે બી-ગ્રેડ ફિલ્મ કોમસિનથી ડેબ્યૂ કર્યું હતું.

આ સિવાય દિશા વાકાણીએ દેવદાસ, મંગલ પાંડે, સી કંપની, જોધા અકબર, લવ સ્ટોરી 2050 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો આજે પણ ઈચ્છે છે કે દિશા વાકાણી શોમાં પરત ફરે.

Leave a Reply

Your email address will not be published.