જહાંગીરપૂરીમાં થયેલ હિંસાનો માસ્ટર માઇન્ડ કોણ છે, જાણો….

જહાંગીરપૂરી હિંસા બાબતની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે હિંસાનો માસ્ટર માઇન્ડ બીજું કોઈ નહીં પણ મોહમ્મદ અંસાર છે. તમને જણાવી દઈએ કે અંસાર હમણાં દિલ્હી પોલીસની હીરાસતમાં છે. બીજી બાજુ ક્રાઇમ બ્રાન્ચ હવે તેની સાથે 9 આરોપીઓને સામ સામે બેસાડીને પૂછપરછ કરી રહી છે.

મોહમ્મદ અંસાર એટલો હોશિયાર છે કે આ આખા ઘટનાક્રમ દરમિયાન તેને સહેજ પણ શરમ આવતી નથી. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં અંસારએ કહ્યું કે તેને પોતાના આ કાર્ય પર કોઈપણ પસ્તાવો નથી. તમને જણાવી દઈએ કે ક્રાઇમ બ્રાન્ચનું ફોકસ હિંસા ફેલાવનાર 9 આરોપીઓ પર જ છે. આ 9 આરોપીઓ વિષે વાત કરીએ તો તેમ સલીમ ચીકના, શેખ અહમદ, મોહમ્મદ અંસાર, અકસર, અહીર, મોહમ્મદ અલી, ગુલામ રસુલ ઉર્ફ ગુલ્લી, દિલશાદ, બીજો એક આરોપી આ બધા જ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે.

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, અંસારે ગેરકાયદેસર ધંધાઓમાંથી ઘણી કમાણી કરી હતી. આ જ પૈસાના જોરે તેણે વિસ્તારમાં પોતાનો દબદબો જમાવ્યો હતો. પશ્ચિમ બંગાળથી દિલ્હી આવ્યા બાદ અંસારે સૌથી પહેલા ભંગારનું કામ શરૂ કર્યું. તે પછી તેણે ગેરકાયદેસર રીતે સ્મેક વેચવાનો ધંધો પણ કર્યો પરંતુ તેને ડર હતો કે જો તે સ્મેક વેચવાનો ધંધો કરશે તો તેને લાંબા સમય સુધી જેલમાં જવું પડી શકે છે અને આ ડરથી તેણે સ્મેકનો ધંધો બંધ કરી દીધો હતો. આ પછી તે વિસ્તારમાં સટ્ટાબાજીના ધંધામાં લાગી ગયો.

આટલું જ નહીં અંસારએ પોતાના ક્રિમિનલ બેકગ્રાઉન્ડના દમપર એક BMW ગાડી પર કબજો કરી લીધો હતો. તમને જણાવી દઈએ કે તેનો એક ફોટો વાઇરલ થયો હતો જેમાં તે એક BMW ગાડી પર પગ મૂકીને ઊભો હતો. તમને જણાવી દઈએ કે આ ગાડીનો અસલી માલિક દક્ષિણ પૂર્વી દિલ્હીનો રહેવાસી હતો. તેણે આ ગાડી પોતાની પાસે ઘણા લાંબા સમય સુધી રાખી હતી પછી તેને બંગાળમાં મોકલી દીધી હતી.

BMW કારના મૂળ માલિકે આ મામલે દિલ્હી પોલીસને ફરિયાદ પણ કરી હતી અને પોલીસના દબાણ બાદ અંસાર બંગાળથી કાર પાછી લાવીને મૂળ માલિકને આપી હતી. હાલમાં દિલ્હી પોલીસ અંસારના બંગાળ કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.