કોણ છે આ નવો ચહેરો જે બનવા ઈચ્છે છે બિહારના મુખ્યમંત્રી? વાંચો આ લેખ અને જાણો..

હાલમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા ચાલે છે. ત્યાં ભાજપ-કોંગ્રેસ સહેજ મોટી મોટી પાર્ટીઓ તેના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા પણ બિહારમાં ચૂંટણી ની તૈયારી વચ્ચે રાતોરાત એક નામ લાઈમલાઈટમાં આવ્યું છે. તે રાતોરાત બધાના આકર્ષણનું કેન્દ્ર બની છે તેનું નામ છે પુષ્પમ પ્રિયા ચૌધરી. કારણ કે આ યુવતી બિહારમાં ધારાસભ્ય નહીં, મંત્રી નહિ, પરંતુ ડાયરેક્ટ મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે. આજે તે માટે તેની પાર્ટી પણ તૈયાર છે. જેનું નામ પ્લુરલ્સ પાર્ટી છે.

જ્યારે બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટે નીતીશ કુમાર, તેજસ્વી યાદવ મુખ્યમંત્રી પદ માટે દાવેદાર બની રહ્યા છે. ત્યારે આ યુવતીએ પણ રાજકારણમાં મુખ્ય મંત્રી ના પદ માટે નામ નોંધાવ્યું છે. તે હતિમગઢ અને મિથિલા માંથી ચૂંટણી લડશે. આ વખતે પુષ્પમ પ્રિયા બે સીટો પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. તેને ગુરુવારે આ અંગે જાહેરાત કરી હતી કે, તે બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટે બે સીટ ઉપર નામાંકન કરાવશે.

સોશિયલ મીડિયા પર પણ પુષ્પમ એક આકર્ષણનું કેન્દ્ર બની છે. તેના વિશે જાણકારી આપતા કહ્યું કે, ” મેં ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ યુનિવર્સિટી ઓફ સક્સેસ, ડેવલપમેન્ટ સ્ટડીઝમાં અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટીકલ સાયન્સ માં પબ્લિક એડમિનિસ્ટ્રેશન માં માસ્ટર કર્યું છે. તેમજ ચાણક્યના કહેવા પ્રમાણે જરૂરી વિષયો પોલિટિક્સ, ફિલોસોફી અને ઇકોનોમિક્સ માં પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત મેં વિકસિત સમાજમાં પોલીસી મેકિંગ નું કામ કર્યું છે.

પુષ્પમે થોડા દિવસ પહેલા પત્રકાર સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે નીતીશકુમાર બિહારના મુખ્યમંત્રી નહીં બનવા દે, ન તો તે એનડીએની સરકાર બનવા દે. કારણ કે પ્લુરલ્સ પાર્ટી તમને આ નહીં કરવા દે. અહીંના લોકો તમને સરકાર બનાવવા નહીં દે આ ઉપરાંત તેણે કહ્યું કે તે ખુદ બિહારની મુખ્યમંત્રી બનશે અને શાસન માં સુધારો કરશે.

આ બધું સાંભળીને પ્રશ્ન થશે કે આ ખેરવા પુષ્પમ પ્રિયા ચૌધરી છે કોણ ? તે જનતા દળના નેતા વિનોદ ચૌધરી ની દીકરી છે. જે લન્ડન માં રહે છે. પુષ્પમ તેની પાર્ટી પ્લુરલ્સ ની જાહેરાત કરતાં જણાવે છે કે “જે લોકો બિહારને પ્રેમ કરે છે અને રાજકારણને નફરત આ પાર્ટી તેમના માટે એક નવું પ્લેટફોર્મ છે.”

પુષ્પમ ફેસબુક પરની એક ટ્વિટ પર જણાવ્યું હતું કે અમારી પાર્ટી પાસે ૨૦૨૫ થી ૨૦૩૦ સુધી બિહારના વિકાસનો રોડ મેપ ની બ્લૂપ્રિન્ટ તૈયાર છે.પુષ્પમ એ તેની પાર્ટી માટે એક નારો પણ રાખ્યો છે. ” જન ગણ સૌનું શાસન”. પુષ્પમ ના પિતા વિનોદ ચૌધરી નીતીશ સરકારમાં પ્રધાન છે.

તેણે તેની દીકરી ની જાહેરાત પર પ્રતિસાદ આપતા કહ્યું કે, “પુષ્પમ એક સમજુ છોકરી છે, તે તેના નિર્ણય લઈ શકે છે અને વિચાર કર્યા બાદ જ તેને કોઈ નિર્ણય લીધો હશે.” આ ઉપરાંત વિનોદ જણાવ્યું કે તે લંડન માં ઉચ્ચ અભ્યાસ કરીને આવી છે અને બિહારને શ્રેષ્ઠ બનાવવાના સપનાં જુએ છે. તેણે લોકોને તેના પ્રયાસમાં જોડાવા માટે અપીલ કરી છે. તે ૨૦૩૦ સુધીમાં બિહારને યુરોપિયન દેશ જેવો બનાવી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *