કોરોનાની મિટિંગમાં પીએમે પેટ્રોલ-ડીઝલનો મુદ્દો ઉઠાવી VAT ના ઘટાડનારા રાજ્યોને સંભળાવ્યું

રશિયા અને યુક્રેન ના યુદ્ધ બાદ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જોવા મળી છે. તેની મુખ્ય અસર દરેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. નરેન્દ્ર મોદી દ્વારા અનેક રાજ્યોમાં બેઠક કરવામાં આવી છે અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં સંતુલન લાવવા માટે કેટલાક મહત્વના પગલાં લેવામાં આવશે.

પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા વધારેલા ટેક્સમાં ઘટાડો કરવામાં આવશે તેમજ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની અપીલ કરશે કે તેમના કચ્છમાં પણ થોડો ઘટાડો કરે જેથી સામાન્ય વર્ગના લોકોને રાહત મળી શકે.

રાજ્ય અને કેન્દ્ર વચ્ચે થશે મિટિંગ

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુદ્ધની પરિસ્થિતિ થઈ રહી છે તે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળે છે અને દરેક દેશોમાં પેટ્રોલના ભાવ આસમાન સુધી પહોંચી ગયા છે તે માટે ભારતની અર્થવ્યવસ્થા ઉપર ખૂબ જ અસર જોવા મળી છે.

તેમજ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આપણે હવે ઇલેક્ટ્રિક સાધનો ઉપર વધુ દબાણ કરવું જોઈએ. તેના અનેક લાભ થાય છે જેમ કે પ્રથમ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવમાં આર્થિક રીતે જીવનધોરણ ચલાવવું ખૂબ મુશ્કેલ પડે છે અને ઇલેક્ટ્રિક વાહન પર્યાવરણ માટે ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વધતી ગરમી વિશે પણ વાત કરવામાં આવી છે તેમજ તેમને કહ્યું છે કે એક વર્ષ પહેલા હોસ્પિટલમાં ખૂબ જ ભયંકર આગ લાગી હતી તે માટે આ વર્ષે હોસ્પિટલોમાં ખૂબ જ કાળજી રાખવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.