લગ્નમાં પોતાની કમાણીના રૂપિયા ઉડાવશે અનુપમાં, એકવાર ફરી બા બોલશે કડવા વેણ

ટીવી સીરિયલ ‘અનુપમા’ની વાર્તામાં સતત ઉતાર-ચઢાવ આવી રહ્યા છે. અનુજ અને અનુપમાના લગ્ન પહેલા શાહ પરિવારમાં ભારે હંગામોમચ્યો છે. સિરિયલ અનુપમાંમાં અત્યાર સુધી તમે જોયું કે વનરાજે રાખી દવેની મદદ લેવાની ના પાડી દીધી છે. રાખી દવેના કારણે તોશુ વનરાજનું ખૂબ અપમાન કરે છે. આવી સ્થિતિમાં અનુપમા પણ વનરાજને ચેતવણી આપીને ત્યાંથી નીકળી જાય છે.

બા વનરાજને સાથ આપવાનો પ્રયત્ન કરે છે. જો કે, વનરાજ હવે સંપૂર્ણ પણે હિંમત હારી ગયો હતો. વનરાજ પચાવી શકતો નથી કે તેનો બિઝનેસ આઈડિયા કામ કરી રહ્યો નથી. દરમિયાન, અનુપમા સિરિયલની વાર્તામાં વધુ એક હંગામો થવાનો છે.

સિરિયલ ‘અનુપમા’ના આવનાર એપિસોડ્સમાં તમે જોશો, અનુજ જીકે સાથે વાત કરશે. અનુજને ખબર પડશે કે અનુપમાની ડાન્સ એકેડમીએ કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. જીકે અને અનુજ આ જાણીને ખૂબ ખુશ થશે. અનુપમા વનરાજને ખરી ખોટી કહેશે. દરમિયાન અનુજ અનુપમા પાસે પહોંચશે.


અનુજ અનુપમાને કહેશે કે તેની એકેડમીએ કોન્ટ્રાક્ટ જીત્યો છે. આ સાંભળીને અનુપમા આનંદથી ઉછળી પડશે. અનુજ અનુપમાને કહેશે કે તેને કોન્ટ્રાક્ટ સાથેનો ચેક પણ મળ્યો છે. ચેક જોઈને અનુપમાની આંખમાં આંસુ આવી જશે. બીજી તરફ વનરાજ બા અને કાવ્યા બળીને રાખ થઈ જશે.

માલવિકા પણ અનુજ અને અનુપમાની ખુશીમાં જોડાશે. અનુપમા પરિવારની સામે એલાન કરશે કે તે તેના લગ્નનો ખર્ચ પોતે ઉઠાવશે. આ સાથે અનુપમા દાવો કરશે કે તે અનુજના તમામ સપનાઓ પૂરા કરશે જે તેણે તેના લગ્નને લઈને જોયા છે. અનુપમાની વાત સાંભળીને અનુજ પણ ઇમોશનલ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published.