લગ્નની પહેલી રાત્રે જ હોસ્પિટલ પહોંચી દુલહન, જોશમાં ખસી ગયું ખભાનું હાડકું

દુલ્હા- દુલહનના જીવનનો સૌથી મોટો દિવસ તેમના લગ્નનો દિવસ છે. તેઓ આ દિવસને યાદગાર બનાવવા માટે જાત જાતના પ્રયાસો કરે છે. કોઈની એન્ટ્રી ખાસ હોય છે તો કોઈ પોતાના ડાન્સ પરફોર્મન્સથી મહેમાનોનું દિલ જીતી લે છે. આવું જ કંઈક એક બ્રિટિશ દુલ્હન સાથે થયું, જે પોતાના લગ્નના દિવસે ડાન્સ કરતી વખતે હોસ્પિટલ પહોંચી.

મિરરના અહેવાલ મુજબ, દુલ્હનનું નામ એવલિન મેકકુલ છે, જે પીટર મેકકેપિન નામના વ્યક્તિ સાથે લગ્ન કરી રહી હતી. લગ્નના દિવસે જ એક ડાન્સ કોમ્પિટિશન રાખવામાં આવી હતી, જેમાં એવલિન તેના વરને ઈમ્પ્રેસ કરવા માટે પરફોર્મ કરી રહી હતી. આ દરમિયાન તેની સાથે એક ખરાબ અકસ્માત થયો અને તે લગ્નના ડ્રેસમાં જ સ્ટ્રેચર પર સવાર થઈને હોસ્પિટલ પહોંચી.

લગ્ન દરમિયાન જ વર-કન્યા વચ્ચે ડાન્સ કોન્ટેસ્ટની ઘોષણા કરવામાં આવી અને એવલિન ડાન્સ ફ્લોર પર આવી. તે હસતી હસતી ઉત્સાહથી ડાન્સ કરી રહી હતી, આ દરમિયાન તેનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગઈ. નીચે પડતી વખતે, તેણે તેના ડાબા હાથને જમીન પર ટેકવીને બચવાનો કર્યો, પરંતુ તેના ખભાનું હાડકું જ ખસી ગયું.

તે ત્યાં પીડાથી રડવા લાગી અને ત્યાં હાજર લોકો તેને સ્ટ્રેચર પર બેસાડી હોસ્પિટલ લઈ ગયા. અહીં રાતોરાત તેમની સારવાર કરવામાં આવી હતી અને બીજા દિવસે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

એક આઈટી કંપનીમાં કામ કરતી એવલીને ખુદ મિરરને આ અકસ્માત વિશે જણાવ્યું છે. તેણી કહે છે કે તેનો પતિ એક સારો ડાન્સર છે અને તે લગ્નના દિવસે તેને સ્પર્ધામાં પાછળ છોડવા માંગતી હતી.

આવી સ્થિતિમાં, તેને જોશમાં ડાન્સ કરતો હતો કે તરત જ તેની સાથે આ અકસ્માત થયો. આ અકસ્માતને કારણે તેણે લગ્નની પહેલી રાત ઘરેને બદલે હોસ્પિટલમાં વિતાવવી પડી હતી અને બીજા દિવસે તેને રજા આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.