લગ્ન પહેલા અનુજ અને માલવિકા સાથે અનુપમાએ ઉજવ્યો પોતાનો જન્મદિવસ, જોઈ લો ફોટા

સ્ટાર પ્લસના મોસ્ટ પોપ્યુલર શોમાંના એક ‘અનુપમા’માં હવે અનુપમાનો પ્રેમ પરવાને ચડ્યો છે. અનુપમા હવે કોઈપણ ભોગે અનુજનો સાથ છોડવા તૈયાર નથી.ખાસ કરીને તે તેના લગ્ન માટે તો બધા સાથે લડવા માટે પણ તૈયાર છે. પરંતુ આ દરમિયાન હવે માલવિકાની પણ પુનઃ એન્ટ્રી થઈ છે.

માલવિકાએ આવતાની સાથે જ બધાની મુશ્કેલીઓ ઊભી કરી દીધી. તેણે વનરાજને તો તેના બિઝનેસમાંથી બહાર કાઢી મૂક્યો છે, પરંતુ સાથે સાથે કાવ્યા અને તોશું પણ બિઝનેસના હકદાર નથી. આવી સ્થિતિમાં, તાજેતરમાં અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીના જન્મદિવસની કેટલીક તસવીરો વાયરલ થવા લાગી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

જેમાં અનુજ એટલે કે ગૌરવ ખન્ના અને માલવિકા એટલે કે અનેરી વજાની પણ જોવા મળે છે. 5મી એપ્રિલે રૂપાલી ગાંગુલીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. પરંતુ તેની તાજેતરની તસવીરો જોયા બાદ લાગે છે કે તેનો જન્મદિવસનું સેલિબ્રેશન હજુ પૂરો થયો નથી.

અત્યારે જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં રૂપાલી ગાંગુલી ગૌરવ ખન્ના અને અનેરી વજાની સાથે ધમાલ કરતી જોવા મળી રહી છે. ફોટોનું બેકગ્રાઉન્ડ જોતા લાગે છે કે રૂપાલીએ તેના જન્મદિવસની પાર્ટી હોટલ કે રેસ્ટોરન્ટમાં આપી છે.

વાયરલ થઈ રહેલી તસવીરોમાં રૂપાલી ગાંગુલી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આ સાથે તે પોતાના આ બર્થડે સેલિબ્રેશનને ખૂબ જ ધામધૂમથી આનંદ માણી રહી છે. જો કે, તમને એક વાત જણાવી દઈએ કે આ પહેલા પણ રૂપાલીએ પોતાનો જન્મદિવસ તેના શોના સેટ પર અને મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો છે. પરંતુ ગોરવ ખન્ના અને અનેરી તેના ક્લોઝ ફ્રેન્ડ્સ છે, જેના કારણે તે તેમનો જન્મદિવસ તેમની સાથે અલગથી સેલિબ્રેટ કરતી જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published.