લગ્ન પહેલા જ અનુપમાના ઈશારે નાચી રહ્યો છે અનુજ, થનારી દુલહન માટે ખરીદી લીધી આખી જવેલરીની દુકાન

જલ્દી જ અનુપમાં સીરિયલમાં અનુજ અને અનુપમાના લગ્નની વિધિ શરૂ થવા જઈ રહી છે. પરિવારના સભ્યો અનુજ અને અનુપમાના લગ્નની તૈયારીમાં ખૂબ જ વ્યસ્ત છે.

આ દરમિયાન અનુજ અને અનુપમા જવેલરીની શોપિંગ કરવા ગયા હતા. અનુજે તો અનુપમા માટે આખી જ્વેલરી સ્ટોર ખરીદી લીધી છે. જો કે આટલો મોટો સ્ટોર મળ્યા પછી પણ અનુપમા ખુશ નથી. પણ અનુપમા તો કંઈક બીજું જ જોઈને ખુશ થાય છે.

ખુદ રૂપાલી ગાંગુલીએ આ વાતનો ખુલાસો કર્યો છે. દર સોમવારે, રૂપાલી ગાંગુલી માન ડેની ઉજવણી કરે છે. માન ડેના દિવસે, ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલી ચાહકો સાથે તેમની કોઈપણ તસવીરો અથવા વિડિયો શેર કરે છે.

લેટેસ્ટ વીડિયોમાં રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના જ્વેલરી શોપમાં જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે. આ દરમિયાન અનુપમાએ એવો પણ ખુલાસો કર્યો છે કે તેને અનુજ સિવાય અન્ય કોઈ ઘરેણાં પસંદ નથી.

Leave a Reply

Your email address will not be published.