લગ્નના ત્રીજા દિવસે દુલ્હન ભાગી જતા, મિત્રો એ ટોણા મારતા, પતિએ એવું કર્યું કે પોલીસે મહિલાને વોન્ટેડ જાહેર કરી

ચોરી અને લૂંટફાટના કિસ્સા ગુજરાતમાં ખૂબ જ વધી રહ્યા છે ફરી એકવાર સુરત શહેરમાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરમાં એક લૂંટેરી દુલ્હન લગ્નના ત્રીજા દિવસ બાદ તમામ દાગીના લઈને ભાગી ગઈ હતી. જેથી ગીર સોમનાથના એક યુવકે આઘાતમાં આવી ને આપઘાત કરી લીધો હતો.

આ દુલ્હનને પોતાના વરરાજા જોડેથી એક લાખ પચાસ હજાર રૂપિયાના દાગીના લઈ લીધા હતા. યુવાન ખૂબ જ હેરાન થઈ ગયો હતો અને આપઘાત કરી લેતા સમગ્ર વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે. પોલીસ દ્વારા આ યુવતીને મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે તપાસ કરીને યુવતીની ધરપકડ કરવામાં આવી છે.

શહેરમાં ગુના ઓછા થાય તે માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમ બનાવીને નવું અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન પોલીસને અનેક તથ્યો જાણવા મળ્યા હતા. ત્યાર બાદ પોલીસને બાતમીના આધારે આ મહિલાની ધરપકડ કરી હતી તેની તપાસ દરમિયાન મહિલાનું નામ હસીના ઉફ્રે માયા સામે આવ્યું હતું.

હસીના પોતાની બહેન સાથે મળીને ગીર સોમનાથના યુવક સાથે છેતરપિંડી કરી હતી. આ લોકો સુરત ના રહેવાસી હોય તેવું સામે આવ્યું હતું. ગીર સોમનાથના ભાણાભાઈ અમરાભાઇ પુરાની જોડે 150000 ની છેતરપીંડી કરી હતી.

લગ્નના ત્રીજા દિવસે પોતાના પ્લાન અનુસાર આ મહિલા દાગીના લઈને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. ભોગ બનેલા યુવાને તેના પુત્રને વાત કરી હતી અને સામાજિક રીતે લોકોના અપ શબ્દો સાંભળીને આત્મહત્યા કરી દીધી હતી.

પોલીસે વધુ તપાસ દરમિયાન આ દુલ્હનને આત્મહત્યા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન આ મહિલા ના લગ્ન થોડા સમય પહેલા સુરતમાં થઈ ગયા હતા પરંતુ ત્યારબાદ તેમને છૂટાછેડા લઇ લીધા હતા અને છેતરપિંડીનો ધંધો કરીને ઘરે ઘરે લોકોને પોતાનો શિકાર બનાવી હતી.

Leave a Reply

Your email address will not be published.