લગ્ન પછી હવે ડિવોર્સ લેશે રણબીર અને આલિયા

કમાલ આર ખાન ઉર્ફે કેઆરકે ઘણીવાર વિવાદાસ્પદ નિવેદનો આપતા જોવા મળે છે. તેઓ હંમેશા તેમના વિચિત્ર અને વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે.

વાત જાણે એમ છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં સલમાન ખાન, આમિર ખાન, પ્રિયંકા ચોપરા પર તંજ કસ્યા બાદ હવે તેનું લેટેસ્ટ ટાર્ગેટ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છે.

છેલ્લા કેટલાક દિવસોથી તે બોલિવૂડ સેલિબ્રિટી વિશેની પોતાની ભવિષ્યવાણીઓ ટ્વિટ કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા તેણે દાવો કર્યો હતો કે આલિયા અને રણબીર 2022માં લગ્ન કરશે.

હવે કેઆરકેએ લખ્યું છે કે: “ભવિષ્યવાણી 08-રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 2022 ના અંત સુધીમાં મહત્તમ લગ્ન કરી લેશે. પરંતુ રણબીર કપૂર લગ્ન પછી 15 વર્ષમાં તેમને છૂટાછેડા આપશે!” એટલું જ નહીં પરંતુ તેમના લગ્ન જ નહીં, કેઆરકેએ કંગના રનૌત અને તબ્બુ વિશે પણ ભવિષ્યવાણીઓ કરી હતી.

તેણે પોતાના ટ્વિટમાં કહ્યું, ‘બંને અભિનેત્રીઓ ક્યારેય લગ્ન નહીં કરે.’ જો કે ટીકાકારોએ તેની આગાહીઓ માટે ટ્વિટર પર ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા. તેમના ટ્વીટ પર એક નેટીઝને લખ્યું, “તમે બધું ખરાબ થવાની જ ભવિષ્યવાણી શા માટે કરી રહ્યા છો કે ?કઈ સારું નથી બોલી શકતા.

કેઆરકે એ પણ દાવો કર્યો છે કે, ‘સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના પુત્રો ‘ખોટા નામો’ના કારણે સફળ અભિનેતા નહીં બને. આ સિવાય તેણે એક આંધળી ભવિષ્યવાણી પણ કરી અને લખ્યું, છે કે ભવિષ્યવાણી 04 – આ એક્ટર બનશે મોટો સ્ટાર પણ પિતાના મૃત્યુ પછી જ!’

તમને જણાવી દઈએ કે સલમાન ખાને તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો ત્યારથી કેઆરકે સમાચારમાં છે. કેઆરકે તેના ટ્વિટ્સ માટે જાણીતો છે અને તે હંમેશા ચર્ચામાં રહે છે.

Leave a Reply

Your email address will not be published.