લગ્ન પહેલા અનુજને નુકશાન પહોંચાડશે વનરાજ, અનુપમાને આપશે જિંદગીભરનું દુઃખ

સ્ટાર પ્લસની દમદાર સીરિયલ ‘અનુપમા’ છેલ્લા ઘણા દિવસોથી ટીઆરપીની રેસમાં સૌથી આગળ છે. આ શો તેના ટ્વિસ્ટ અને ટર્નને કારણે સતત લોકોનો ફેવરિટ રહ્યો છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાના શો ‘અનુપમા’માં આ દિવસોમાં અનુપમા અને અનુજના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. લગ્નની વિધિ અનુપમાની મહેંદી અને સંગીત સુધી પહોંચી છે.

વીતેલા દિવસોમાં ‘અનુપમા’માં બતાવવામાં આવ્યું હતું કે અનુપમાના બાળકો અનુજને પાપા કહેવાનું નક્કી કરે છે, જે વનરાજને બિલકુલ પસંદ નથી.આવી સ્થિતિમાં તે અનુજને પાઠ ભણાવવાનું નક્કી કરે છે. પણ ‘અનુપમા’માં આવતા ટ્વિસ્ટ અને ટર્ન્સ અહીં પૂરા થતા નથી.

બાપુજીનો મેડિકલ રિપોર્ટ આકસ્મિક રીતે ગિફ્ટ દ્વારા શાહ હાઉસમાં આવી ગયો છે. બીજી બાજુ, બા એ ગિફ્ટ શોધવાનું શરૂ કરે છે. તેની નજર મેડિકલ રિપોર્ટ પર પડવાની છે, પણ પછી રાખી ત્યાં આવે છે અને બાને તપાસમાં અટકાવે છે. જોકે બા એક બહાને ત્યાંથી નીકળી જાય છે.
.
અનુજ અને અનુપમાની મહેંદીની વિધિ શરૂ થાય છે અને ખાસ વાત એ છે કે મીકા સિંહ પણ તે મહેંદીમાં રંગ જમાવવા ત્યાં પહોંચે છે. તેમને જોઈને બધાના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા. મિકા સિંહ ત્યાં અનુજના મિત્ર બનીને આવે છે અને બધાની સાથે ખૂબ ડાન્સ કરે છે અને ગાય છે. આટલું જ નહીં, મિકા સિંહ ત્યાં આવીને પોતાના સ્વયંવરનું પ્રમોશન પણ કરે છે.

સંગીતની વિધિઓ વચ્ચે, વનરાજ અનુજને ખીણ પાસે એકલા મળવા બોલાવે છે. ત્યાં બંને વચ્ચે દલીલબાજી શરૂ થાય છે. આવી સ્થિતિમાં રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાના શો ‘અનુપમા’ને લઈને એવું માનવામાં આવે છે કે લગ્ન પહેલા અનુજ સાથે કોઈ અપ્રિય ઘટના બનશે અને તે અપ્રિય ઘટના અન્ય કોઈના કારણે નહીં પરંતુ વનરાજના કારણે થશે.

Leave a Reply

Your email address will not be published.