લગ્ન સમયે દુલ્હનના કાન માં માતા આવીને કંઇક બોલી એવું કે દુલ્હને લગ્ન કરવાની ના પાડી, લગ્નમંડપ ઉપર પોલીસ બોલાવવામાં આવી

મિરઝાપુર જિલ્લા માં લગ્ન દરમિયાન કંઈક એવો બનાવ બન્યો કે સમગ્ર લોકો ચોંકી ઊઠ્યા, જ્યારે એક યુવતીએ લગ્ન પહેલા સાત ફેરા ફરવા ના પાડી દીધી હતી. દુલ્હનની માતાએ લગ્ન દરમિયાન દુલ્હન ના કાન માં આવી ને એવી વાત કહી કે દુલ્હનને તરત જ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારે વરરાજા ખાલી આ તે પોતાના ઘરે પાછા ફર્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર પારસ ભાઈ ની છોકરી ના લગ્ન જનપદ ના ત્રિભુવન પુરા ગામ માં સુનિલકુમાર જોડે નક્કી કરવામાં આવ્યા હતા. મંગળવારના દિવસે વાત જાન લઇને આવ્યા હતા. પરંતુ સિંધુર લગાવતા પહેલા જ વરરાજાની માતાએ દુલ્હન ની માતા જોડે 50000 રૂપિયા અને એક મોટરસાયકલ ની માંગ કરી હતી.

અને ધમકી આપી હતી કે જો દહેજ નહીં આપવામાં આવે તો લગ્ન અહીંયા રોકી દેવામાં આવશે. કન્યા પક્ષના લોકોએ વર પક્ષને ખૂબ જ સમજાવ્યા હતા પરંતુ વર પક્ષના લોકો દહેજની માગણી કરી રહ્યા હતા.

ત્યારબાદ અને આ લગ્ન તોડી દીધા હતા અને સાત ફેરા લેવાથી ઇનકાર કરી દીધો હતો. તેમજ વર પક્ષના લોકો આ વાતથી ખૂબ જ ચોંકી ઊઠયા હતા અને મંડપ માં આવેલા મહેમાનો પણ દંગ રહી ગયા હતા. વરપક્ષ અને કન્યા પક્ષ વચ્ચે અથડામણ થતા સ્થાનિક પોલીસ બોલાવવામાં આવી હતી અને સમગ્ર ઘટના પોલીસ દ્વારા શાંત કરી વરરાજા ને ખાલી હાથે મોકલવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.