લગ્નમાં વરરાજાના મિત્રોએ સાડી પહેરીને માધુરી દીક્ષિતના ગીત પર કર્યો ડાન્સ, વિડીયો જોઈને હસી હસીને ગાંડા થઈ જશો તમે

હાલના દિવસોમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન સાથે જોડાયેલા એક પછી એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેટલાક વીડિયો એટલા મજેદાર હોય છે કે લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વરરાજાના મિત્રોએ લગ્નના સંગીત ફંક્શનમાં સાડી પહેરીને ફની ડાન્સ કર્યો હતો.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સંગીત સેરેમનીમાં વરરાજાના મિત્રો માધુરી દીક્ષિતના સૌથી લોકપ્રિય ગીત “હમ્પે યે કિસને હરા રંગ ડાલા…” પર ડાન્સ કરતા જોવા મળે છે અને સૌથી મજાની વાત એ છે કે વરરાજાના મિત્રો આ ગીત પર સાડીનો પલ્લુ માથા પર રાખી નાચતા જોવા મળે છે. આ વીડિયોમાં વરરાજાના બેસ્ટ ફ્રેન્ડ્સનો ડાન્સ જોઈને તમે પણ તમારા હાસ્ય પર કંટ્રોલ નહીં રાખી શકો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં વરરાજાના મિત્રોના એક્સપ્રેશન્સ તમને પણ હેરાન કરી દેશે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને 3 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

એટલું જ નહીં યુઝર્સ આ વીડિયો પર ખૂબ જ મજેદાર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું- ઓહ હા, તમેં તો બધા સ્ટેપ્સ કરી લીધા પછી શું બાકી રહ્યું હતું. તો ત્યાં બીજા યુઝરે લખ્યું- ગજબ ડાન્સ….જો તમે મિત્રો છો તો આને લાઈક કરો.

આ સિવાય એક અન્ય લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા ડાન્સ ફ્લોર પર ફની ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડાન્સ ફ્લોર પર એક મહિલા જમીન પર સુતા સુતા ‘દો ઘૂંટ પીલા દે સાકિયા સોંગ’ ગીત પર ડાન્સ કરતી જોઈ શકાય છે.

વીડિયોમાં તે પોતાના હાથમાં બોટલ પકડી રાખી છે. તે એક શરાબીની જેમ વર્તી રહી છે, તેને જોઈને તેના લોકો તેમના હાસ્યને કંટ્રોલ કરી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published.