લગ્નના વેન્યુ સુધી પહોંચ્યા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના કપડાં, જુઓ વિડીયો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.જો બંનેના પરિવાર તરફથી આ લગ્નને લઈને કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર લગ્નને લઈને જાત જાતની અપડેટ્સ જોવા મળી રહ્યા છે. તાજી માહિતી અનુસાર, બંનેના લગ્નના કપડાં વેન્યુ પર પહોંચી ગયા છે.

રણબીર અને આલિયાના લગ્નના કપડાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે લગ્નના કથિત વેન્યુ કૃષ્ણરાજ બંગલો પર પાપારાઝીઓનો મેળાવડો ભેગો થયો છે.લગ્ન સાથે જોડાયેલી પળ પળની જાણકારી લોકો સુધી લાવી રહ્યા છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જે રણબીર કપૂરના ઘરની બહારનો છે. વીડિયોમાં ફેમસ ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કરેલા કપડા જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપડાં રણબીર અને આલિયાના છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટ સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલા પિંક લહેંગામાં રણબીર કપૂર સાથે સાત ફેરા લેશે. તો લગ્નના અન્ય ફંક્શનમાં, તે પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ડિઝાઇનર કપડાંમાં જોવા મળશે. મળતી માહિતી મુજબ બંનેના લગ્ન પેસ્ટલ થીમ પર થશે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ આલિયાના કાકા રોબિન ભટ્ટે પુષ્ટિ કરી હતી કે રણબીર અને આલિયા 14 એપ્રિલે લગ્ન કરશે. રોબિને એમ પણ કહ્યું કે એક દિવસ પહેલા મહેંદી સેરેમની નક્કી કરવામાં આવી છે. દરમિયાન, ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં સોમવારે ડેકોરેટર આવી પહોંચ્યા છે.

લગ્ન પહેલા કપૂર પરિવારના આરકે સ્ટુડિયોને પણ રોશનીથી શણગારવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આલિયા અને રણબીર ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.