લક્ષ્મી 1981 માં થઈ હતી રિટાયર્ડ, પરંતુ એક જીદ ના કારણે 100 વર્ષ ની ઉમર માં પણ ભણાવી રહી છે બાળકોને

લક્ષ્મી જ્યારે નાની હતી તે સમયે તેમના પિતા સાથ છોડી દીધો હતો પરંતુ તેમની માતાએ તેમને ખૂબ જ ઉચ્ચ શિક્ષા આપી અને 100 વર્ષની ઉંમરમાં પણ આજે બાળકોને ભણાવી રહી છે.

શિક્ષક નો મુખ્ય ઉદ્દેશ પોતાના વિદ્યાર્થીઓને સાચા માર્ગ ઉપર લઇ જવાનો હોય છે. આપણે આપણા જીવનમાં અનેક કિસ્સાઓ સાંભળ્યા છીએ શિક્ષકો વિશે જે પોતાના વિદ્યાર્થીઓને જીવનમાં આગળ લાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરતા હોય છે. પરંતુ આપના અમુક શિક્ષકો દ્વારા શિક્ષણને એક ધંધો બનાવી લેવામાં આવ્યો છે. પરંતુ અમુક શિક્ષકો સાચી નિષ્ઠાથી પોતાના વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે ખૂબ જ કાર્યકર્તા હોય છે.

આ મહિલા નું નામ લક્ષ્મી છે જે તમિલનાડુ ની રહેવાસી છે. ૧૯૮૧માં તેમને શિક્ષક પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. મોટાભાગના લોકો અત્યારે રિટાયરમેન્ટ થયા બાદ આરામ વાળી જિંદગી જીવતા હોય છે પરંતુ લક્ષ્મી રિટાયર બાદ પણ બાળકોને ખુબ જ શિક્ષણ આપી રહી છે. તેમને બાળકોને ભણાવવાનો ખૂબ જુનુંન છે.

લક્ષ્મી નો જન્મ 1924માં થયો હતો ત્યારબાદ 1942માં તેમણે શારદા વિદ્યા સ્કૂલ માં પોતાના કેરિયરની પ્રથમ શરૂઆત કરી હતી. ત્યારબાદ લક્ષ્મી ૧૯૪૯માં લગ્ન કર્યા. અને તેમના પતિ પણ શિક્ષક જ હતા. 81 વર્ષનો અનુભવ હોવા છતાં આજે લક્ષ્મી બાળકોને ખુબ જ નિષ્ઠાથી ભણાવી રહી છે. લક્ષ્મી દ્વારા ધોરણ ૧ થી ૮ સુધીના તમામ બાળકોને દરેક વિષય પણ આવી શકે તેમ છે. લક્ષ્મી નો સૌથી પ્રિય વિષય હિન્દી છે અને તે બાળકોને તમામ વિષયોમાં ભણાવે છે.

 

લક્ષ્મી પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યું હતું જ્યારે તે ચાર વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અચાનક જ નિધન થઈ ગયું હતું ત્યારબાદ તેની માતાએ તેમને જીવનમાં મોટી કરી હતી અને સાચા રસ્તા ઉપર આગળ લાવવાનું શીખવાડ્યું હતું ત્યારબાદ લક્ષ્મી પોતાના જીવનમાં ખૂબ જ અભ્યાસ કર્યો અને સારી નોકરી કરી આજે બાળકોને જીવનમાં આગળ આવવા નું એક અનુભવ કામ કરી રહ્યું છે તેમજ દરરોજ ૨૦ જેટલા વિદ્યાર્થીઓ તેમના ઘરે ભણવા માટે આવે છે.

લક્ષ્મી 2017માં તેને કાનમાં સાંભળવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હશે પરંતુ બાળકો આજે પણ તેમને ત્યાં ભણવા માટે આવતા હોય છે અને બાળકો લક્ષ્મીને પણ ખૂબ જ પ્રેમ કરે છે.

Leave a Reply

Your email address will not be published.