લદાખ માં ભારતીય સેના જોડે થઈ દુઃખદ ઘટના,બસ નદી માં પડતા 7 જવાનો શહીદ થયા

લદાખ ના તુરતુક સેન્ટરમાં ખૂબ જ મોટો હાદસો જોવા મળ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ વાહન દુર્ઘટનામાં ભારતીય સેનાના ઓછામાં ઓછા સાત લોકો શહીદ થયા છે. અને કેટલાક બીજા આર્મીના ઓફિસરોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. મળતી માહિતી મુજબ વધુ સુવિધા સારવાર માટે મેડિકલ સુવિધા આપવામાં આવી રહી છે. કેટલાક ગંભીર રૂપે ઘાયલ થયેલા આર્મી ઓફિસરોને વિમાન મારફતે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર વાહનમાં 26 જેટલા ઓફિસરો જઈ રહ્યા હતા. તે દરમિયાન ગુરુવારના દિવસે શ્યોક નદીમાં સાત જવાનો નું મોત નિપજ્યું છે. ભારતીય સેનાનું વાહન પરતાપુર સે સબ સેક્ટર હનીફ તરફ જઇ રહ્યું હતું. રોડ ઉપરથી ખસી જવાના કારણે ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાય છે.

મળતી માહિતી મુજબ ૫૦ થી ૬૦ ફૂટ નીચે નદીમાં જઈ ને નદી માં પડ્યું હતું જેમાં દરેક લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સાત લોકોના મોત નીપજ્યું.

Leave a Reply

Your email address will not be published.