મહાદેવે સ્વપ્નમા જેસંગભાઈ પટેલને જણાવી એક એવી વિશેષ બાબત કે આજે ઉમટી પડે છે અહી શ્રદ્ધાળુઓની ભીડ, જાણો શું છે આ રહસ્ય…?

મિત્રો, રઢુ, વાત્રક એ નદીના તટ પર આવેલુ અમદાવાદ શહેરથી ૫૦ કિ.મી.ના અંતરે સ્થિત ખેડા જીલ્લાનુ ગામ છે. આ ગ્રામ્ય વિસ્તારની એક વિશેષ ઓળખ જો કઈ હોય તો તે છે કામનાથ મહાદેવનુ મંદિર. આ મંદિરની વિશેષતા એ છે કે, ત્યા ૬૨૦ વર્ષથી ઘી ભરેલા ૬૫૦ કરતા પણ વધારે માટીના મોટા કાળા માટલા સાચવીને રાખવામા આવેલા છે.

જ્યારે આ વાત આપણે પહેલી વખત સાંભળીએ ત્યારે આપણને ઘણુ આશ્ચર્ય થશે અને એ વિચાર પણ આવશે કે, જો ઘી બે-ચાર માસ માટે ઘરમા પડ્યુ રહે તો પણ તેમા ગંધ આવવા લાગે અથવા તો તેમા ફૂગ બેસી જાય છે ત્યારે આ મંદિરના ઓરડામા આટલા વર્ષોથી ઉનાળાની ગરમી અને શિયાળાની ઠંડીમા તપતા ધાબા નીચે માટલામા સંઘરાયેલું ઘી કોઈપણ જાતની ગંધ વિના કેવી રીતે તાજુ રહ્યુ છે?

આપણા ગુજરાતમા સ્થિત આ એકમાત્ર એવુ શિવમંદિર છે કે જ્યા ઘી ના ભંડાર દિન-પ્રતિદિન વધતા જાય છે. અહી આ મંદિરમા ઘી ભરેલા ૬૫૦ કરતા પણ વધુ કાળામાટીના ગોળા છે. અહી અંદાજે તેર થી ચૌદ હજાર કિલો જેટલુ ઘી ૬૨૦ વર્ષથી સાચવવામા આવેલ છે. આ ઘીમા આજ સુધી હજુ પણ ના તો ગંધ બેઠી છે કે ના તો જીવાતનો કોઈ ઉપદ્રવ નથી.

અહીનુ આ ઘી મંદિરની બહાર લઇ જવાતુ નથી કે પછી કોઈ બીજા ઉપયોગમા પણ લેવાતુ નથી. અમુક માન્યતા પ્રમાણે જો આ ઘી નો કોઈ મંદિરની બહાર લઇ જઈને ઉપયોગ કરે તો તેમણે ખુબ જ મોટુ નુકશાન ભોગવવુ પડે છે. અહી આ કામનાથ મહાદેવના ગર્ભસ્થાનમા બે મોટી અખંડ જ્યોત ખુબ જ લાંબા સમયથી નિરંતર પ્રજ્વલ્લિત થઇ રહી છે.

આ સિવાય આખો શ્રાવણ માસ મંદિરના પ્રાંગણમા ઘી હોમાત્મક યજ્ઞ પામ રાખવામા આવે છે. આ યજ્ઞમા ઘીનો પાણીની જેમ ઉપયોગ કરવામા આવે છે તેમછતા આ મંદિરના ઘી મા ઘટાડો થતો નથી ઉલટાનુ તે વધતુ જ રહે છે. આટલા મોટા જથ્થામાં ઘી એકઠું થવા પાછળ અનેક માન્યતાઓ જોડાયેલી છે.

અમુક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે રઢુ ગામ તથા તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા કોઇપણ કિસાનના ઘરે ભેંસ કે ગાયના બચ્ચા જન્મે તો ત્યારબાદ તેના પ્રથમ વલોણાનુ ઘી બનાવીને મંદિરમા અર્પણ કરવામા આવે છે. આ મંદિરમા વર્ષે ૩૫ જેટલી માટીની ગોળીઓ ઘીથી આવી જ રીતે ભરાઈ જાય છે.

પાંચ નદીઓના સંગમસ્થાન પર સ્થિત આ કામનાથ મહાદેવ મંદિર ઈ.સ. ૧૪૪પમા બન્યુ હોવાની લોકવાયકા છે. આજથી ૫૭૫ વર્ષ પૂર્વે આ મંદિરમાં મહાદેવજીની જયોત રઢુના જેસંગભાઇ હીરાભાઇ પટેલ વર્ષો પહેલા લાવ્યા હતા. મહાદેવના પરમ ભક્ત જેસંગભાઇ નિયમિત વહેલી સવારે તેમના દર્શન કર્યા બાદ જ ખોરાક લેતા હતા. એક રાત્રિએ તેમને સ્વપ્ન આવ્યું હતુ, જેમા મહાદેવે સાક્ષાત તેમને દર્શન આપ્યા અને જણાવ્યુ હતુ કે, પુનાજ ગામેથી દીવો પ્રગટાવીને મને લઇ આવ.

આગલી સવારે સ્વપ્નની વાત પૂર્ણ કરવા જેસંગભાઇએ શ્રદ્વાપૂર્વક રઢુથી આઠેક કિલોમીટર દૂર આવેલા પુનાજ ગામે પહોંચ્યા હતા અને ત્યાંથી દીવો પ્રગટાવીને સાથે લીધો હતો. એવુ કહેવામા આવે છે કે, આ સમયે વરસાદ અને ભારે પવન વચ્ચે પણ દીવો અખંડ રહ્યો હતો. ઈ.સ. ૧૪૪પ મા દીવાની સ્થાપના કરીને ગામમાં એક નાની ડેરી બનાવી હતી. ત્યારથી ગામ સહિત આસપાસના પંથકના શ્રદ્ધાળુઓ અહી મહાદેવજીના દર્શને આવે છે. હાલ, આટલાવર્ષો પછી પણ શ્રદ્ધાળુઓમા આ સ્થાનકનુ મહત્વ અને શ્રધ્ધા અકબંધ જળવાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *