મહેસાણા માં નવી વહુ માનતા નું બહાનું કાઢી સાતમા દિવસે ઘરેથી ભાગી ગઈ…આટલા રૂપિયામાં લાવ્યા હતા પુત્ર માટે પત્ની

લગ્ન કરવા માટે આજે ઘણા બધા યુવકો તત્પર હોય છે તો ઘણા સમાજમાં એવી વાતો પણ થતી સાંભળવા મળે છે કે તેમના સમાજ અને નાતમાં છોકરીઓ મળતી નથી. એવામાં ઘણા માતા પિતા પોતાના દીકરાઓ માટે છોકરી જોવા માટે ટ્રાય કરતાં હોય છે. ઘણીવાર અમુક માતા પિતા પોતાના દીકરાના લગ્ન કરાવવા માટે એવી મુશ્કેલીઓમાં ફસાઈ જતાં હોય છે કે જે તેમના માટે મુશ્કેલીરૂપ સાબિત થતી હોય છે.

આ વાત સામે આવી છે મહેસાણાથી અહિયાં એક પરિવાર પોતાના ઘરના દીકરા માટે એક સારી યુવતી શોધી રહ્યા હતા પણ ઘણા સમયથી કોઈપણ યુવતી મળતી હતી નહીં એવામાં તેમને એક દલાલનો સંપર્ક કર્યો કે જે કુંવારી યુવતી શોધી આપવાનું કામ કરે છે. ત્યારે આ દલાલ એ 2 લાખ રૂપિયા થશે એક કુંવારી યુવતીને મેળવવા માટે એમ કહ્યું હતું અને પછી 1.70માં આ બાબત બંધ બેસાડે છે.

વાત નક્કી થયા પછી મહેસાણાનો પરિવાર છોકરી જોવા માટે ભરૂચ જાય છે તેઓ ત્યાં એક હોટેલમાં રોકાય છે, આ દરમિયાન તેઓ અનિતા નામની કન્યાના પરિવારને મળે છે અને હોટલમાં 1.15 લાખ રૂપિયા આપે છે, તમને જણાવી દઈએ કે પૈસા આપ્યા પછી તે પરિવાર એ પૈસા ગણતું હોય છે. પૈસા ગણતો એ વિડીયો યુવકની માતા કેમેરાથી રેકોર્ડ કરી લે છે.

આ પછી અનિતા અને તેમના દીકરા કે જેનું નામ અનિતા છે તેની સાથે લગ્ન કરાવવામાં આવે છે. પછી પરિવાર કન્યા સાથે ઘરે પરત આવે છે અને કન્યાના ઘરનાને આવવા જવા માટે 20 હજાર જેટલા રૂપિયા ખર્ચ માટે આપે છે અને બીજા ખર્ચ માટે તેઓ 66 હજાર કુલ રૂપિયા આપે છે.

લગ્નના સાત દિવસ પછી વહુ અનિતા એ પોતાના સાસુને કોઈ બાધા પૂરી કરવા માટે પિયર જવાની વાત કહે છે અને પછી આ પરિવાર દલાલને ફોન કરીને આ વિષે પૂછે છે પછી યુવતીને તેના પિયર જવા દેવામાં આવે છે. આ દરમિયાન અનિતા ઘરના ઘરેણાં પણ સાથે લઈને જાય છે. પછી અનિતા એ ઘણા દિવસ થવા છતાં પણ પાછી આવતી નથી.

પછી સાસરીવાળા દલાલને ફોન પર ફોન કરે છે. પણ તેમ છતાં તે પરત ઘરે આવતી નથી. આ પછી પરિવાર દલાલને જણાવે છે પછી તેના તરફથી 30 હજાર રૂપિયા પાછા મળે છે અને પછી વધુ પૈસા માંગતા તે જીવથી મારી નાખવાની ધમકી આપે છે.

આ પછી પરિવાર પોલીસમાં ફરિયાદ કરે છે. પણ આજે એ ફરિયાદને 4 મહિના થવા છતાં પણ કોઈ કામ થયું નથી. હવે આ પરિવવર આશા કરી રહ્યો છે કે તેમની ફરિયાદ નોંધવામાં આવે અને જલ્દી થી જલ્દી તેમને ન્યાય મળે.

Leave a Reply

Your email address will not be published.