મહિલાએ દારૂ પી ને નશા માં પરિવારના સભ્યોને કર્યા ખૂબ હેરાન, તેને માતાએ કર્યું એક અનોખું કામ

આપણે અનેક કિસ્સા સાંભળ્યા છે કે લોકો દારૂ પીને ઘરમાં લડાઈ-ઝઘડા કરતા હોય છે. શહેરમાં એક મહિલા દારૂને ખૂબ જ રવાડે ચઢી હતી અને હવે તેને જેલ ભેગી કરવાની છે. દારૂ પીને ખૂબ જ ધમાલ મચાવી હતી ત્યારે તેની માતાએ પોલીસ બોલાવી તેના સામે ગુનો નોંધી જેલમાં પૂરી દેવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોકીલાબેન નામની એક મહિલા વસ્ત્રાલ ગામમાં રહે છે એમને ત્રણ દીકરા અને બે દીકરીઓ છે. એક દીકરીના લગ્ન બાપુનગરમાં રહેતા એક યુવાન જોડે થયા હતા ત્યારબાદ તેમની દીકરીને ખૂબ જ દારૂ પીવાની ખરાબ ટેવ લાગી ગઈ હતી ત્યારબાદ તે સાસરીમાંથી દારૂ પીને ઘરે આવી જોરજોરથી બૂમો પાડવા લાગી હતી.

કોકીલાબેન ઘરની બહાર નીકળી ને જોયું તો તેમની દીકરી ગાળો બોલી રહી હતી. ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેમને ખૂબ જ સમજાવવામાં આવી હતી પરંતુ તે વાત ન માનતા કોકીલાબેન એ પોલીસ બોલાવી દીધી હતી ત્યારબાદ દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરનાર મહિલા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.