માલવિકા કહેશે અનુપમાં શોને બાય બાય, આ રિયાલિટી શોમાં દેખાશે

કલર્સ ચેનલ ફરી એકવાર ફેન્સના મનોરંજન માટે રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની નવી સીઝન લાવી રહી છે. આ વખતનો આ શો અગાઉની દરેક સીઝન કરતા મોટો અને વધુ રસપ્રદ બનવા જઈ રહ્યો છે. તમામ પ્રકારના એક્શન અને સ્ટંટ ટૂંક સમયમાં દર્શકોની સામે આવશે.

દર વખતની જેમ આ વખતે પણ રોહિત શેટ્ટી શોને હોસ્ટ કરશે અને શોનું શૂટિંગ કેપટાઉનમાં થશે. આ વખતે શોમાં એક ટ્વિસ્ટ પણ આવવાનો છે. વાત જાણે એમ છે કે આ વખતે જે સ્પર્ધકો શોમાં આવવાના છે તેઓ એકદમ મિક્સડ છે.

સ્પર્ધકોની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. તે બીજું કોઈ નહીં પણ લોકપ્રિય ટીવી શો ‘અનુપમા’ ફેમ અનેરી વજાની છે. અનેરી વજાનીએ પોતે આ શોમાં ભાગ લેવાની હકીકતની પુષ્ટિ કરી છે. અનેરી વજાનીએ શોનો ભાગ બનવા વિશે કહ્યું, “ખતરોં કે ખિલાડી મારો પહેલો રિયાલિટી શો હશે. હું મારી એક્સાઇટમેન્ટ સંભાળી નથી શકતી.”

અનેરી વજાણીએ વધુમાં જણાવ્યું હતું કે મને નવી વસ્તુઓ શોધવાનો ખૂબ જ શોખ છે. હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કંઈક શાનદાર, અદ્ભુત અને શાનદાર કામ કરવાનું પસંદ કરું છું.

આ શો દ્વારા હું ચોક્કસપણે જીવનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરીશ. હું આ પડકારને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું. જો કે, રોહિત શેટ્ટીના શો ‘ખતરો કે ખિલાડી 12’માં અનેરી વજાનીનું જોડાવું ચાહકોમાં એક પ્રશ્ન ઊભો કરી રહ્યો છે કે શું અભિનેત્રી અનુપમાં શોને અલવિદા કહેશે?

અનેરી વજાની ‘અનુપમા’માં અનુજ કાપડિયાની બહેન માલવિકાની ભૂમિકા ભજવતી જોવા મળે છે. ચાહકોને પૂછવું છે કે જો અનેરી વજાની સ્ટંટ આધારિત શોનો ભાગ બનશે તો ‘અનુપમા’માં તેના પાત્રમાં શું ફેરફાર કરવામાં આવશે.

‘ખતરોં કે ખિલાડી 12’માં રૂબીના દિલાઈક, અનેરી વજાની, શિવાંગી જોશી, પ્રતીક સહજપાલ, નિશાંત ભટ્ટ, રાજીવ અડાતિયા, મોહિત મલિક, કનિકા માન અને ફૈઝલ શેખ કન્ફર્મ કરેલા સ્પર્ધકો છે.

Leave a Reply

Your email address will not be published.