“મને મારી મહેનતની કમાણી જોઈએ”,બે વર્ષ પછી પણ અંજલીભાભીને નથી મળી છ મહિનાની સેલેરી, કહ્યું કે ઘણા ફોન કર્યા

શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં શ્રીમતી અંજલી તારક મહેતાના પાત્રથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર નેહા મહેતા ઘણી મુશ્કેલીમાં છે. નિર્માતાઓએ નેહાને તેમની બાકી રકમ આપી નથી. અભિનેત્રીએ મેકર્સને ઘણી વખત ફોન કર્યો છે. પરંતુ હજુ સુધી નેહાને તેના પૈસા મળ્યા નથી. નેહાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરી છે.

નેહાએ કહ્યું- હું ખૂબ જ ગૌરવપૂર્ણ જીવન જીવી રહી છું અને કોઈ પણ બાબતની ફરિયાદ કરવામાં વિશ્વાસ નથી રાખતી. તેમ જ મને તે કરવાનું પસંદ નથી.

12 વર્ષ પછી, મેં 2020 માં આ શો છોડી દીધો. મને હજુ પણ છેલ્લા 6 મહિનાની બાકી રકમ મળી નથી. શો છોડ્યા બાદ મેં તેને પૈસા માટે ઘણી વાર ફોન કર્યો. મને આશા છે કે આનો ઉકેલ જલ્દી મળી જશે અને મને મારી મહેનતની કમાણી મળશે.

તમને જણાવી દઈએ કે નેહા મહેતાએ 12 વર્ષ સુધી કામ કર્યા બાદ વર્ષ 2020માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો હતો. નેહાએ શો છોડતાં ચાહકો ચોંકી ગયા હતા.

નેહાએ તે સમયે શો છોડવાનું કારણ જણાવ્યું હતું અને કહ્યું હતું કે આગળ વધવા માટે આ પગલું ભરવું જરૂરી હતું. અભિનેત્રીએ શો છોડી દીધો હતો પરંતુ 2 વર્ષ પછી પણ તેની બાકી રકમ મળી નથી.

Leave a Reply

Your email address will not be published.