માણસો માટે મિશાલ બન્યો આ કૂતરો, વાઘણના ત્રણ બચ્ચાઓનું કરી રહ્યો છે પાલનપોષણ, જોઈ લો વિડીયો

કોઈએ સાચું જ કહ્યું છે કે માણસો કરતાં વધુ પ્રેમ પ્રાણીઓમાં હોય છે અને તેઓ એકબીજા પ્રત્યે વધુ વફાદાર પણ હોય છે. આજના સમયમાં આપણી વચ્ચે માનવતા ખતમ થઈ રહી છે, પરંતુ પ્રાણીઓ આજે પણ માનવતાનું ઉદાહરણ રજુ કરતા જોવા મળે છે. આવું જ એક ઉદાહરણ આ કૂતરાએ રજૂ કર્યું છે જે વાઘણના બચ્ચાઓનું એમની માતાની જેમ પાલન-પોષણ કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વાઘણના ત્રણ બાળકો કૂતરા સાથે રમી રહ્યાં છે. વાયરલ વીડિયોમાં દેખાતો કૂતરો લેબ્રાડોર જાતિનો છે અને ત્રણ નાની વાઘણના બચ્ચાનું ધ્યાન રાખી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયો ચીનના એક આશ્રયસ્થાનનો છે જ્યાંથી આ બચ્ચાને લાવવામાં આવ્યા છે. આ વીડિયો ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તેને 7 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

વાયરલ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ કૂતરો વાઘણના બાળકોથી ઘેરાયેલો છે અને તેઓ ક્યારેક આ કૂતરાના મોં પર ચડી જાય છે તો ક્યારેક પીઠ પર.

અહેવાલો અનુસાર, એક વાઘણ આ ત્રણેય બાળકોને છોડીને ગઈ હતી, ત્યારબાદ આ કૂતરાએ ત્રણેયને દત્તક લીધા છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ ભાવુક થઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર અગાઉ પણ સામે આવ્યો હતો, જેમાં એક ચિમ્પાન્ઝી પ્રેમથી સિંહના બચ્ચાને દૂધની બોટલથી દૂધ પીવડાવી રહ્યો હતો. લોકોને પણ આ વીડિયો ખૂબ પસંદ આવ્યો. આવા વિડીયો જોઈને લોકો કહે છે કે માણસોએ પ્રાણીઓ પાસેથી ઘણું શીખવાની જરૂર છે

Leave a Reply

Your email address will not be published.