મારી હાલત નસબંધી કરાયેલા વરરાજા જેવી છે..! ગુસ્સે ભરાયેલા હાર્દિક પટેલ

હાલમાં જ 2015ના એક કેસમાં સુપ્રીમ કોર્ટે હાર્દિકને મોટી રાહત આપતા તેની દોષિત ઠરાવવા પર રોક લગાવી દીધી હતી.સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેમણે ચૂંટણી લડવા માટે મંજૂરી આપી છે.

પાટીદાર નેતા અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ચૂંટણી લડવાના સંકેત આપ્યાના એક દિવસ બાદ બુધવારે પોતાની જ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી પર તેમની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો.

હાલમાં જ 2015ના એક કેસમાં સુપ્રીમ કોર્ટે હાર્દિકને મોટી રાહત આપતા તેની દોષિત ઠરાવવા પર રોક લગાવી દીધી હતી.સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેમણે ચૂંટણી લડવાનો સંકેત આપ્યો હતો.તેમણે ચુકાદા બાદ ટ્વીટ કરીને લખ્યું હતું કે, “મારો હેતુ માત્ર ચૂંટણી લડવાનો નથી,

પરંતુ ગુજરાતની જનતાની મક્કમતાથી સેવા કરવી એ મારો ઉદ્દેશ્ય છે.આજથી ત્રણ વર્ષ પહેલા એક ખોટા કેસમાં મને બે વર્ષની સજા થઈ હતી. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા પર રોક લગાવી છે, હું ન્યાયતંત્રનો હૃદયથી આભાર માનું છું.”

મારી હાલત નસબંધી વરરાજા જેવી છેઃ હાર્દિક

જો કે તે દરમિયાન કોંગ્રેસ પર તેમની “અવગણના” કરવાનો આરોપ લગાવતા, હાર્દિકે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું: “પાર્ટીમાં મારી સ્થિતિ એક નવા પરણેલા વરની જેમ છે જેણે નસબંધી કરાવી છે.” તેમણે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર નેતા નરેશ પટેલ અંગે નિર્ણય લેવામાં કોંગ્રેસના “વિલંબ” પર પણ સવાલ ઉઠાવ્યા હતા.તેમણે કહ્યું કે આ સમગ્ર સમુદાયનું અપમાન છે.તમને જણાવી દઈએ કે રાજ્યની લગભગ દરેક પાર્ટી નરેશ પટેલને પોતાની તરફ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

 

હાર્દિક પટેલે છેલ્લી ચૂંટણીઓ પહેલા ગુજરાત સરકાર સામે સફળ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું અને રાહુલ ગાંધીએ તેને પાર્ટીમાં સામેલ કર્યો હતો.હાર્દિકને 2020માં કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.હાર્દિક, એક લોકપ્રિય યુવા પાટીદાર ચહેરો છે, તેણે અગાઉ પણ પાર્ટીમાં અગ્રણી ભૂમિકા ન મળવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી.

હાર્દિકે કોંગ્રેસને કહ્યું હતું કે પાટીદાર આંદોલનને કારણે પાર્ટીએ 2015ની સ્થાનિક ચુંટણી માં અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે 2017માં 77 બેઠકો જીતી હતી. “પરંતુ તે પછી શું થયું? કોંગ્રેસમાં ઘણાને લાગે છે કે પાર્ટીએ હાર્દિકનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો નથી,” તેમજ હાર્દિક પટેલ એ કહ્યું કે આવું એટલા માટે થઈ શકે છે કારણ કે લોકોને પાર્ટીમાં મારા થી ખતરો છે.

Leave a Reply

Your email address will not be published.