માતાજીના દર્શન કરીને ઘરે જઈ રહેલા પંચાલ પરિવાર સાથે બન્યો એવો બનાવ કે દાદા દાદીની સામે જ ૪ વર્ષના પૌત્રનું મૃત્યુ થઇ ગયું.

પાટણમાં બની દુઃખદ ઘટના, માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા દાદા દાદીની સામે જ થયું ૪ વર્ષના પૌત્રનું મૃત્યુ. અકસ્માતની ઘટનાઓ રોજબરોજ સાંભળવા મળે જ છે અને એવી જ એક ઘટના પાટણથી સામે આવી રહી છે. જ્યાં એક પરિવાર માતાજીના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. અને પછી થયું એવું કે આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પાટણના ખારીવાળી ગામમાં આવેલા પોતાના માતાજીના દર્શન કરવા હારીજનો પંચલા પરિવાર માટે જઈ રહ્યો હતો.

આ પરિવારને એવો ભયંકર અકસ્માત નડ્યો કે દાદા દાદીની સામે જ પૌત્રનું મૃત્યુ થઈ ગયું હતું. દાદા વીનુ ભાઈ અને દાદી દઈબેન પોતાના ૪ વર્ષના પૌત્ર આલોકને લઈને ખારીવાઈ ગામે માતજીના દર્શન કરવા માટે ગયા હતા.તેઓ ઇકો કારમાં સવાર હતા.

balak pan sathe hatu

તમને જણાવી દઈએ કે પંચલા પરિવાર પહેલા માતાજીના દર્શન કરી આવ્યો અને એ પછી તે વીરદાદાના દર્શન કરવા માટે ગયા અને એ બાદ ત્યાંથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.ત્યાં અચાનક કારનું ટાયર ફાટતા ભયંકર અકસમાત સર્જાયો હતો જેમાં દાદા દાદી બન્ને ઘવાયા હતા, પણ એમની સાથે આવેલા તેમના ૪ વર્ષના પૌત્રનું ઘટના સ્થળે મૃત્યુ થઇ ગયું હતું.

જ્યારે પરિવારના અન્ય સભ્યોને આ વાતની જાણ થઈ તો પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.જેવી માતા પિતાને આ અંગે જાણકારી મળી કે તરત જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દાદા દાદીને ગંભીર ઈજાઓ આવતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આ ગંભીર અકસ્માતમાં પરિવારના કુલ દિપકનું મૃત્યુ થઇ ગયું અને એ કારણે સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દાદા દાદી પણ રડી રહ્યા હતા કે તેમની સામે પૌત્રનું મૃત્યુ થઇ ગયું પણ તે પોતાના પૌત્રને બચાવવા માટે કઈ જ ના કરી શક્યા.

Leave a Reply

Your email address will not be published.