MBA કર્યા પછી ન મળી સફળતા, તો શરુ કર્યો “ચા” નો ધંધો…., આજે છે કરોડોનો માલિક…

અમદાવાદના પ્રફુલ બિલોરની ઓળખ આજે એમબીએ ચાયવાલા તરીકે છે. એમબીએમનો અભ્યાસ અધવચ્ચે છોડીને તેણે રસ્તાની બાજુમાં ચાની સ્ટોલ ઉભી કરી હતી. તમામ પ્રયાસો છતાં CATમાં સારો સ્કોર ન કરી શકનાર પ્રફુલ ટી સ્ટોલમાંથી લાખોની કમાણી કરી રહ્યો છે.

તે અમદાવાદમાં એબીએમનો અભ્યાસ કરવા સાથે રેસ્ટોરન્ટમાં પાર્ટ ટાઈમ કામ કરતો હતો. આ દરમિયાન, એક ચા વેચનાર સાથે વાત કર્યા પછી, તેણે નક્કી કર્યું કે તે ચાની દુકાન ખોલશે. પહેલા જ દિવસે તેણે ખરીદેલું દૂધ બગડી ગયું. પછી ચામાં ખાંડ વધુ હતી. પહેલા દિવસે તેણે માત્ર એક કપ ચા વેચી.

પરંતુ, ધીમે ધીમે તેની ચાની દુકાન સારી રીતે ચાલવા લાગી. થોડા જ મહિનામાં તેને મહિને 15,000 રૂપિયા સુધીની કમાણી થવા લાગી. દરમિયાન તેણે એમબીએનો અભ્યાસ છોડી દીધો હતો. તેના માતાપિતાએ આનો વિરોધ કર્યો. પરંતુ, પ્રફુલ અલગ રસ્તે ચાલ્યો ગયો હતો.

હવે પ્રફુલની ઓળખ એમબીએ ચાયવાલા તરીકે થઈ છે. પ્રફુલને લગ્નોમાં ચા પીરસવાના ઓર્ડર મળવા લાગ્યા. 2 વર્ષ પછી પ્રફુલે પોતાનું કાફે ખોલ્યું. હવે તેમની પાસે સમગ્ર ભારતમાં ફ્રેન્ચાઈઝી છે. આઈઆઈએમમાં પણ તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.