મોંઘવારીનો માર, એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે 100 રૂપિયાનો વધારો

ફરી એકવાર મોંઘવારીનો ઝટકો મધ્યમ પરિવારના લોકોને લાગ્યો છે. ૧૯ કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2253 રૂપિયાથી વધીને 2355 રૂપિયા કરી દેવામાં આવી છે. પાંચ કિલો એલપીજી સિલિન્ડરનો ભાવ ૬૫૫ રૂપિયા છે. એક મહિના પહેલાં કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. એક મહિના પહેલા આશરે 250 રૂપિયા નો વધારો કરવામાં આવ્યો હતો. કેમ આજે 102 નો વધારો કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હીમાં આજે કોમર્શિયલ સિલિન્ડર નો ભાવ 2355 રૂપિયા છે. તેમજ અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા ભાવ જોવા મળ્યા છે સૌથી વધુ ભાવ ચેન્નઇ માં જોવા મળ્યો છે.

 

ઘરેલુ ઉપયોગમાં લેવામાં આવતા સિલિન્ડર નો ભાવ આ મુજબ છે

મુંબઈમાં 949 રૂપિયા,
દિલ્હી માં 949 રૂપિયા
કોલકાતા ૯૭૬ રૂપિયા
ચેન્નઇ 965 રૂપિયા

ધીમે ધીમે 2000 સુધી કિંમત લઈ જવામાં આવશે

એક માસથી ૧૯ કિલો વાળો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ 22 માર્ચ ના રોજ 9 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લા સાત મહિનાથી 619 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

ઓક્ટોબર 2021 થી 1-2-2020 સુધી 170 નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે અને આજે આસમાન સુધી પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published.