મૂસેવાલાની હત્યા બાદ તાત્કાલિક વધારી દેવાઈ સલમાન ખાનની સિક્યુરિટી, જાણો કેમ?

તાજેતરમાં જ 28 વર્ષીય પંજાબી ગાયક સિધુ મુસેવાલાની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી હતી. તેની હત્યા બાદ બોલીવુડ સહિત ઘણા પંજાબી સિંગર ની સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. મીકા સિંગની સિક્યુરિટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે સાથે જ હવે મુંબઈ પોલીસ સલમાન ખાનની સુરક્ષા પણ વધારી ચૂકી છે.

સુરક્ષા વધારવાનું કારણ સલમાન ખાન અને થોડા સમય પહેલા મળેલી જાનથી મારી નાખવાની ધમકી છે. મુસેવાલાની હત્યા લોરેન્સ બિશનોઈ અને ગોલ્ડી બરારે કરાવી હતી આ ગેંગ દ્વારા સલમાન ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેને કારણે મુંબઇ પોલીસે હવે સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે.

આ અંગે પોલીસે મીડિયા સાથે વાતચીત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સલમાન ખાનના અપાર્ટમેન્ટની આસપાસ પોલીસ સુરક્ષા રહેશે અને સાથે જ રાજસ્થાનની કોઈ ગૅન્ગ હરકતમાં ન આવે તે વાતનું પણ પોલીસ ધ્યાન રાખશે.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનને કાળિયાર કેસમાં જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. કાળીયાર કેસ દરમિયાન બિશનોઇ દ્વારા સલમાન ખાનને જાનથી મારી નાખવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.

કાળિયાર બિશનોઈ સમાજ માટે પવિત્ર પ્રાણી છે. તેવામાં શિકાર બાદ આ કેસમાં સલમાન ખાનનું નામ સામે આવ્યા બાદ લોરેન્સે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ વાત વર્ષો જૂની છે પરંતુ વર્ષ 2008માં લોરેન્સ એ કહ્યું હતું કે જોધપુરમાં જ તે સલમાન ખાન અને મારી નાખશે. તે સમયે એવું નિવેદન પણ આપ્યું હતું કે હાલમાં કારણ વિના તેનું નામ આવી રહ્યું છે પરંતુ જ્યારે સલમાન ખાનને તે મારશે ત્યારે બધાને ખબર પડશે અત્યારે તે કંઈ જ કરતો નથી. તેવામાં સિધુ મુસેવાલાની હત્યા બાદ હવે સલમાન ખાનની સુરક્ષાને પણ ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.