નરેશ પટેલના કારણે હાર્દિકને પેટમાં દુઃખતું હતું, ચોંકાવનારા કારણો આવી રહ્યા છે બહાર….

કોંગ્રેસમાં લાંબા સમયથી નારાજ એવા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું છે કે હવે તેઓ ગુજરાત માટે કામ કરી શકશે. શું હાર્દિક પટેલ કોંગ્રેસથી નાખુશ હતા? આ વાત સાચી છે તેના કારણ એ ઘણી રીતે સાબિત થાય છે. પાટીદાર નેતા એવું પણ કહી ચૂક્યા છે કે તેમનું ;ઉત્પીડન’ કરવામાં આવી રહ્યું છે, પણ આ દરમિયાન પાટીદાર નેતા નરેશ પટેલ સહિત ઘણા નામ પણ સામે આવતા રહ્યા છે. જેનો સીધી સંબંધ હાર્દિક કેમ નાખુશ હતો તેની સાથે જોઈ શકાય છે, ચાલો થોડું ડિટેલમાં જણાવીએ.

મીડિયા રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસએ ખોડલધામ મંદિરના ટ્રસ્ટ અધ્યક્ષ અને પાટીદારના એક મજબૂત નેતા નરેશ પટેલને પાર્ટીમાં શામેલ કરવાનો વિચાર કરી રહી છે. આ વાતથી હાર્દિક નારાજ થઈ ગયો છે. પીટીઆઇ પ્રમાણે હાર્દિકનું માનવું છે કે નરેશ પટેલના કોંગ્રેસમાં આવી જવા પર પાટીદાર નેતાની રીતે તેની વગ ઓછી થઈ જશે.

ગયા અઠવાડિયે એક ઇંટરવ્યૂ માં તેમણે કહ્યું હતું કે ‘જો જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમારના નામ હું સિફરીશ કરી શકું છું જે મરી ઉમરના છે તો જો 55-60 વર્ષના નેતા નરેશ પટેલ પાર્ટીમાં શામેલ થઈ જાય તો મને શું તકલીફ હોય?’

હવે હાર્દિક પટેલે ટવીટ કરી છે, ‘આજે હું હિમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સભ્યતાથી રાજીનામું આપી રહ્યો છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનો સ્વાગત મારા દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે મારા આ નિર્ણય પછી ભવિષ્યમાં ગુજરાત માટે સકારાત્મક રીતે કામ કરી શકીશ.’

ખાસ વાત એ છે કે હાર્દિક પહેલા પણ પાર્ટીના નેતાઓ પર તેને હેરાન કરવાનો આરોપ લગાવી ચુક્યો છે. આ સાથે જ તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વતી કાર્યવાહી ન કરવાની વાત પણ કરી હતી. પીટીઆઈ અનુસાર, તેમણે કહ્યું હતું કે, ‘મને એટલો હેરાન કરવામાં આવી રહ્યો છે કે હવે મને ખરાબ લાગવા લાગ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં.

આ પછી નરેશ પટેલને ધ્યાનમાં રાખીને હાર્દિક પટેલ વિષે રઘુ શર્માએ કહ્યું છે કે, નરેશ પટેલ એ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તેઓ ખૂબ સારા વ્યક્તિ તો છે જ સાથે એક સામાજિક વ્યક્તિ પણ છે તેમના આવવાને લીધે જ હાર્દિક પટેલને પેટમાં ચૂકી રહ્યું છે, હવે તેમના દુખવાનો અમારી પાસે કોઈ ઉપાય નથી.

Leave a Reply

Your email address will not be published.