નવા વેપારની શરૂઆત કરતા પહેલા પિતાએ ટ્રક પર લીધા દીકરીના પગલાં, ઇમોશનલ વિડીયો વાયરલ

આજે અમે એક એવો વીડિયો લઈને આવ્યા છીએ જે તમારા ચહેરા પર એક વ્યાપક મુસ્કાન લાવી દેશે. આ વીડિયો એક પિતાનો છે, જેમાં તે પોતાનો નવો વેપાર શરૂ કરતા પહેલા તેની નાની દીકરીના પગલાં પોતાની ટ્રક પર મૂકતો વિડીયો ઑનલાઇન વાયરલ થયો છે.

તેને 7 એપ્રિલે હર્ષા નામના યુઝરે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું અને તેને 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક છોકરી લાલ રંગથી ભરેલી પ્લેટ પર ઉભી જોવા મળે છે. તેના પિતાએ તેને પોતાના હાથમાં ઊંચકીને તેની નવી ટ્રકો પર તેના પગલા મુકવાનું શરૂ કર્યું.

બાળકની મમ્મીને હસતી જોઈ શકાય છે અને અમને વિશ્વાસ છે કે આ અનમોલ ક્ષણ તમારો દિવસ પણ અમારી જેમ જ બનાવી દેશે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘દીકરીઓ આશીર્વાદ હોય છે,’

આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વિડીયો પર નેટિઝન કોમેન્ટ સેક્શનમાં અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમનો મત કમેન્ટ સેક્શનમાં છલકાઈ ગયો. “કેટલું સુંદર,” એક યુઝરએ લખ્યું. અન્ય યુઝરે ટિપ્પણી કરી, ‘આ એડોરેબલની બહાર છે.

Leave a Reply

Your email address will not be published.