નવસારીની આ એનઆરઆઈ મહિલા ચૈત્રી નવરાત્રીમાં વતન આવી ગઈ, પોતાની ઈચ્છા પૂરી કરવા કર્યું આવું કામ

હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. જેના કારણે માતાજીના મંદિરોમાં લોકોની પડાપડી રહે છે. લોકો માતાજીના જુદા જુદા રૂપોની ભક્તિ ભાવ પૂર્વક આરાધના કરે છે. એવામાં નવસારીની એક એનઆરઆઈ મહિલાએ માતા જગદંબાની ખૂબ જ અનોખી રીતે આરાધના કરી છે.

નવસારીના કાંતાબેન મિસ્ત્રી ઘણા સમયથી પોતાના પરિવાર સાથે લંડનમાં વસ્યા છે. એમનું મૂળ ગામ નવસારીની બાજુમાં આવેલું મરોલી ગામ છે. કાંતાબેનની ખૂબ જ ઈચ્છા હતી કે એ ચૈત્રી નવરાત્રીમાં ભારત આવે અને કુંવારી દીકરીઓની પૂજા કરી માતા જગદંબાના આશિષ મેળવે.

કાંતાબેન પોતાની ઈચ્છા પૂરી કરવા સરકારી શાળામાં ગયા જ્યાં તેમને 1 થી 7 ધોરણમાં ભણતી 210 જેટલો દીકરીઓના પગ ધોઈને એમની પૂજા કરી હતી. પૂજા કર્યા પછી કાંતાબેને આ બધી દીકરીઓને ભેટ આપી હતી. કાંતાબેનનું કહેવું છે કે કુંવારી છોકરીઓએ સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ ગણાય છે. અને એમની પૂજા કરવાથી માતાજીની કૃપા જળવાઈ રહે છે.

કાંતાબેને ચૈત્રી નવરાત્રીની આવી અનોખી રીતે ઉજવણી કરીને ખૂબ જ ખુશ થયા હતા. એમને દીકરીઓને ભણી ગણીને પોતાના માતા પિતાનું નામ રોશન કરવાની સલાહ આપી હતી.

Leave a Reply

Your email address will not be published.