નોકરી જતા જ ગુસ્સે થશે વનરાજ, અનુજ અને અનુપમાના લગ્નમાં પડશે ખલેલ?

અનુપમા અપકમિંગ એપિસોડમાં વનરાજના પગ નીચેથી જમીન ખસી જવાની છે. આજના એપિસોડમાં તમે જોશો કે માલવિકા તેના ભાઈ અને થનારી ભાભીના અપમાનનો બદલો લેશે. માલવિકા શાહ હાઉસમાં આવશે અને એલાન કરશે કે તેણે વનરાજ શાહ તેમજ કાવ્યા અને પરિતોષને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

આ બધું સાંભળીને બાનું મોઢું લટકી જશે. ત્યારે જ માલવિકા કહેશે કે તેમની બદદુઆ હવે એમને જ લાગી છે. બીજી તરફ વનરાજ ખૂબ જ ગુસ્સે થશે અને આવી સ્થિતિમાં આગામી દિવસોમાં અનુજ કાપડિયા અને અનુપમાના લગ્નમાં અડચણ આવી જાય.

શાહ હાઉસમાં આવ્યા બાદ માલવિકા દરેક એ વ્યક્તિને ચીડવવાની કોશિશ કરશે જે અનુજ અને અનુપમાના લગ્નની વિરુદ્ધમાં છે. માલવિકા સમર સાથે વાત કરતી વખતે વનરાજને સંભળાવશે કે હવે અનુજ અને અનુપમાના લગ્ન માટે #MaAn નામનું એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે.

આ પછી માલવિકા તેના ભાઈ અનુજને મળવા જશે. અહીં અનુપમા ગુસ્સે થયેલા વનરાજને શાંત કરવાનો પ્રયાસ કરશે. વનરાજ અનુપમાને ઘણું બધું સંભળાવશે અને તેણીને ભાષણ ન આપવા વિનંતી કરશે.

અનુપમાના નવા એપિસોડમાં તમે જોશો કે અનુજને માલવિકા દ્વારા જાણ થશે કે વનરાજ હવે તેની સાથે કામ કરશે નહીં. એવામાં તેને લાગવા લાગશે કે વનરાજ બદલો લેવાનો પ્લાનિંગ ન કરી રહ્યો હોય. તેને ડર હશે કે વનરાજને કારણે તેના અને અનુપમાના લગ્નમાં કોઈ મુશ્કેલી ન આવે.

નોકરી ગુમાવ્યા પછી, કાવ્યા સંપૂર્ણપણે તૂટી જશે અને તે તરત જ રાખી દવેને ફોન કરશે. રાખી દવેને પણ આખી વાતની ખબર પડશે અને ટૂંક સમયમાં જ તે કંઈક એવું કરવા જઈ રહી છે કે ફરી એકવાર અનુપમાની ખુશીઓને નજર લાગી જશે.

Leave a Reply

Your email address will not be published.