નોકરીમાં પ્રમોશન અને ધનલાભ મેળવવા માંગતા હોય તો ઓફિસમાં અહીંયા લગાવો 7 ઘોડાનો ફોટો

ઘરમાં કેટલીક ખાસ તસવીરો લગાવવાથી શુભ ફળ મળી શકે છે, સાથે જ તેનાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર 7 દોડતા ઘોડાની તસવીર લગાવવી ખૂબ જ શુભ છે, જો તમે તમારા ઘર કે ઓફિસમાં દોડતા ઘોડાની તસવીર લગાવો છો તો તેનાથી તમારા કામમાં ગતિ આવે છે.

દોડતા ઘોડા એ સફળતા, પ્રગતિ અને શક્તિનું પ્રતીક છે. ઘરમાં આવી તસવીર લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કઈ દિશામાં અને ક્યાં મૂકવું જોઈએ તેની માહિતી નીચે મુજબ છે.

વાસ્તુ અનુસાર ઘોડા ગતિ અને શક્તિનું પ્રતિક છે. દોડતા 7 ઘોડાઓનું ચિત્ર સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે જે તમને દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને સફળતા અપાવે છે. ઘોડાની તસવીરથી જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ જોવા મળે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ઘોડાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન સૂર્યદેવ જે રથ પર સવારી કરે છે તે પણ 7 ઘોડાઓનો છે જે 7 દિવસનો છે. ઘોડા હંમેશા ચાલવાનો સંદેશ આપે છે, જે સફળતાની આશા આપે છે.

બિઝનેસમાં સફળતા માટે ઓફિસમાં 7 દોડતા ઘોડાઓની તસવીર લગાવો. આ તસ્વીરમાં ઘોડાઓ ઓફિસની અંદર મુખ હોવા જોઈએ અને તસવીર દક્ષિણની દિવાલ પર લગાવવું જોઈએ. આ તસ્વીરને ઘરમાં લગાવવાથી જલ્દી જ સારી નોકરી, નોકરીમાં પ્રમોશન અને સામાજિક પ્રતિષ્ઠા અને ધન લાભનો યોગ બને છે.

જો કે આ પ્રકારની તસ્વીર ઘરમાં ગમે ત્યાં લગાવી શકાય છે, પરંતુ તેને ઘરની પૂર્વ દિશામાં લગાવવાથી વધુ ફાયદો થાય છે. ઘોડાનો ફોટો ખરીદતી વખતે ધ્યાન રાખો કે ઘોડાનો ચહેરો ખુશ મુદ્રામાં હોવો જોઈએ, ગુસ્સામાં નહીં. જો તમે દેવાથી પરેશાન છો તો ઘર કે ઓફિસની ઉત્તર-પશ્ચિમ દિશામાં કૃત્રિમ ઘોડાની જોડી રાખો. સાત ઘોડાની તસવીર તમારા કરિયરમાં સમૃદ્ધિ લાવે છે અને સાત ઘોડાની તસવીર ઘરમાં લગાવવાથી જીવનમાં પૈસા સંબંધિત વધારે ઉતાર-ચઢાવ નથી આવતા.

Leave a Reply

Your email address will not be published.