ઓહ બાપ રે….કાંઈ પણ વાગે આ બાળકને નથી થતી અસર, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

ઈંગ્લેન્ડના નોર્વિચ શહેરમાં રહેતા 9 વર્ષના બાળકને ભલે ગમે તેટલી ઈજા થાય, તેને કોઈ પીડા થતી નથી. જો તમે વિચારતા હોવ કે બાળકમાં કોઈ સુપરપાવર છે, તો આ વાત ખોટી છે. વાસ્તવમાં, બાળકને એક ખૂબ જ દુર્લભ, પરંતુ વિચિત્ર રોગ છે, જેના કારણે તે કોઈ પણ પ્રકારની પીડા જાણતો નથી.

તમે ઘણી ફિલ્મોમાં જોયું હશે કે કલાકારોને અદ્ભુત સુપરપાવર મળ્યા છે, જેમાં તેઓને ઈજા થાય ત્યારે પણ દુખાવો થતો નથી અથવા નુકસાન થયા પછી તરત જ તેનું ડેમેજ રીપેર થઈ જાય છે, પરંતુ બાળક સાથે આવું બિલકુલ નથી. તેને કંજેનિટલ ઇન્સેન્સિટિવિટી ટુ પેઈન નામનો દુર્લભ રોગ છે.

10 લાખમાંથી માત્ર એક વ્યક્તિને આ રોગ થાય છે. આ રોગથી પીડિત દર્દીને શરીરમાં સોય વાગી જાય અથવા હાથ-પગ ભાંગી ગયા હોય તો પણ તેને કોઈ પ્રકારનો દુખાવો થતો નથી.

આ દુર્લભ બીમારીથી પીડિત બાળકનું નામ ઝેક સ્કિટમોર છે. મિરરના રિપોર્ટ અનુસાર, જેકના માતા-પિતાએ જણાવ્યું કે તેમને આ બીમારી વિશે ત્યારે ખબર પડી જ્યારે જેક 6 મહિનાનો હતો.

જો કે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે બાળકો રસી મુકાવ્યા પછી રડે છે, પરંતુ જેક બિલકુલ રડ્યો નહોતો. આ પછી, જ્યારે તે લગભગ એક વર્ષનો હતો, ત્યારે તેણે ભૂલથી તેની જીભ તેના દાંતથી કરડી હતી, પરંતુ તેમ છતાં તેને કંઈ લાગ્યું નહીં. પછી જ્યારે તે લગભગ 4 વર્ષનો હતો, ત્યારે તેના શરીરનું એક હાડકું તેની જગ્યાએથી ખસી ગયું હતું. તો પણ તે ઉભો થઇ ગયો અને ચાલવા ફરવા લાગ્યો.

તેણે આગળ જણાવ્યું કે એક વખત 6 વર્ષની ઉંમરે જેકનો પગ તૂટી ગયો હતો, પરંતુ તેને કંઈ જ ન લાગ્યું અને તે તૂટેલા પગ સાથે ચાલતો રહ્યો. પછી જ્યારે કોઈએ તેનો તૂટેલા પગ પર ધ્યાન આપ્યું, તો જેકના માતાપિતાએ તેને ડૉક્ટરને બતાવ્યો. તે પછી તેને ખબર પડી કે વાસ્તવમાં જેકને આવો દુર્લભ રોગ છે, જે લાખોમાંથી એકને થાય છે અને તે રોગમાં દર્દીને કોઈ પીડા ખબર નથી હોતી.

અહેવાલો અનુસાર, જેકને જે દુર્લભ બીમારી છે, બ્રિટનમાં તેની કોઈ સારવાર નથી. એવામાં એના માતા પિતા અમેરિકા લઈ જઈને એનો ઈલાજ કરાવવાનું વિચારી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.