પહેરેલા ગંદા અને વાસ આવે તેવા મોજા વેચીને લાખો કમાઈ રહ્યો છે આ માણસ, ઓનલાઇન કરે છે વેચાણ

ગંદા-દુર્ગંધવાળા મોજાં જોઈને તમે તેને ફટાફટ ધોવાનું વિચાર આવે છે , પણ એક વ્યક્તિ તેને ઓનલાઈન વેચીને ઘણા પૈસા કમાઈ રહી છે. અત્યાર સુધી તમે મહિલાઓને પહેરેલા કપડા વેચીને કમાણી કરતી જોઈ હશે, પરંતુ બિલી જો ગ્રે નામનો એક વ્યક્તિ પણ તેને પહેરેલા મોજા પણ ઓનલાઈન સારી કિંમતે વેચે છે.

25 વર્ષીય બિલી જો ગ્રેને આ પ્રકારના બિઝનેસ વિશે બિલકુલ ખ્યાલ નહોતો. જ્યાં સુધી એ ઓન્લી ફેન્સ પેજ પર નહોતા આવ્યા. અહીં આવ્યા પછી જ તેને ખબર પડી કે વપરાયેલા મોજાં વેચીને પૈસા કમાઈ શકાય છે. હવે તેઓ તેમના અનોખા વ્યવસાયથી દર મહિને 1 થી 1.5 લાખ રૂપિયા સરળતાથી કમાઈ લે છે.

બિલી જો ગ્રે અનુસાર, તેઓ ગંદા મોજાં £10 થી £30/જોડીમાં સરળતાથી વેચે છે. જો તેઓ અઠવાડિયામાં 12 મોજાં વેચે છે તો ભારતીય ચલણમાં તેમને ઓછામાં ઓછા 12000 અને વધુમાં વધુ 30000 રૂપિયા આરામથી મળે છે અને એક મહિનામાં તેઓ એકથી દોઢ લાખ રૂપિયા કમાય છે.

લંડનના ચેલસીયામાં રહેતા બિલી થોડા દિવસો માટે મોજા પહેરે છે અને પછી તેને ઝિપ લોક બેગમાં પેક કરીને ગ્રાહકોને મોકલે છે. મિરરના અહેવાલ મુજબ, કેટલીકવાર તેમને કેટલીક ખાસ વિનંતીઓ પણ મળે છે, જેના માટે તેઓ વધારાના ચાર્જ લે છે.

બિલીએ ઓન્લી ફેન્સ પર આ કામ લગભગ એક વર્ષ પહેલા શરૂ કર્યું હતું. અહીં લોકો પહેરેલા કપડાં, મોજાં, જિમ ટોપ્સ, બોક્સર જેવી વસ્તુઓની ડિમાન્ડ કરે છે. તેના મોટાભાગના ગ્રાહકો હોમોસેક્સ્યુઅલ સમુદાયના છે, જે તેમના પેજને પસંદ કરે છે.

બિલીના કહેવા પ્રમાણે, તેના મોજાં 2-3 હજારમાં સરળતાથી વેચાય છે. નવાઈની વાત એ છે કે મોજાં જેટલાં વધુ દુર્ગંધયુક્ત અને પરસેવાવાળા હોય છે, તેટલી વધુ કિંમત મળે છે. તેમના મતે, મોટાભાગના લોકોને સફેદ Nike મોજાં ગમે છે.

Leave a Reply

Your email address will not be published.