પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ એક જ દિવસમા રૂ. 30 વધીને 179 થયો, શાહબાઝ સરકારને ટોણો મારી ઈમરાને ભારતના કર્યા વખાણ

પાકિસ્તાન માં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં અચાનક 30 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. હવે પાકિસ્તાનમાં પેટ્રોલ 180 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 174 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

પાકિસ્તાન સરકાર દ્વારા ગુરુવારના દિવસે પેટ્રોલિયમ ઉપર અચાનક જ 30 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લઈ લીધો હતો. ત્યારબાદ પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલ 180 રૂપિયા,ડીઝલ 174 રૂપિયા અને કેરોસીન 155 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. વધતી કિંમતો ઉપર પૂર્વ સીએમ ઇમરાન ખાને શાહબાઝ શરીફ પર કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે.

ઇમરાન ખાન દ્વારા પાકિસ્તાન સરકારને અસંવેદનશીલ સરકાર કહી ને ટકોર કરી હતી. તેમજ ઇમરાન ખાન નું કહેવું છે કે વધતી કિંમતના કારણે મધ્યમ પરિવારના લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. સરકારે તેમનું ધ્યાન રાખીને કિંમતોમાં બદલાવ કરવો જોઈએ.

ઇમરાન ખાને ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું કે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. હવે પાકિસ્તાનની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે કારણ કે હવે તેમને બીજા દેશમાંથી લીધેલી લોન ચૂકવવાનો સમય આવી ગયો છે.

અને અસંવેદનશીલ સરકાર એ રશિયા જોડે 30% નીચી કિંમતમાં તેલ ન ખરીદી ને ખુબ જ ખરાબ નિર્ણય લીધો છે. તેમજ ભારત અમેરિકા અને રાજકારણને સહયોગના મદદથી રશિયામાં તેલ ખૂબ જ સસ્તુ થઇ ગયું છે. જેનો મુખ્ય ફાયદો ભારત અને અમેરિકા જેવા દેશો ઉઠાવી રહ્યા છે.

પાકિસ્તાનના નાણામંત્રી સોશિયલ મીડિયા ઉપર આવીને જણાવ્યું હતું કે સરકાર જોડે હવે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો કરવા સિવાય બીજો કોઇ રસ્તો છે નહિ. તેમજ પાકિસ્તાન સરકાર ડીઝલ ઉપર 56 રૂપિયા નું નુકસાન ઉઠાવી રહી છે જો તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં નહીં આવે તો પાકિસ્તાન ખરાબ દિશામાં જઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.