પાકિસ્તાન વીજળી કાપવામાં આવશે, ચાઇનિઝ સરકારે આપી ભયંકર ચેતવણી જાણો સમગ્ર વિવાદ

પાકિસ્તાનના નવી સરકાર શાહબાજ શરીફ સામે કેટલાક સંકટો ઉભા થયા છે. ચીની કંપનીઓ દ્વારા પાકિસ્તાન સરકાર ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે અને ચેતવણી આપવામાં આવી છે કે જો પૈસા ભરવામાં નહીં આવે તો સમગ્ર પાકિસ્તાન વીજળી કાપી નાખવામાં આવશે. તેમજ સમગ્ર પાકિસ્તાનમાં અંધારુ ફેલાવી દેવામાં આવશે.

ઇમરાન ખાન પ્રધાનમંત્રી પદ ઉપરથી રાજીનામું આપતા નવી સરકારને દેશને આર્થિક રીતે બદલવા માટે કેટલાંક પગલાં ભરવામાં આવ્યા છે. જેની કંપનીઓની માંગ પૂરી કરવા માટે પાકિસ્તાન સરકાર ખૂબ જ મહેનત કરી રહી છે પરંતુ તે જલદીથી નિરાકરણ લાવી શકે તેમ નથી.

અત્યારના સમયમાં પાકિસ્તાન માં ૨૪ વધુ ચાઇનીઝ કંપનીઓ પાકિસ્તાનમાં કામ કરી રહી છે જેમાં કેટલીક કંપનીઓ રેલવે સંચાર ઉર્જા અને અન્ય વિકાસ સાથે જોડાયેલ છે. જો આ કંપનીઓ પોતાનું કામ બંધ કરી દેશે તો પાકિસ્તાનમાં ખૂબ જ સંકટના વાદળો ફેલાવી જશે. કંપનીઓ માટે સોમવારના દિવસે ઉચ્ચ કક્ષાની બેઠક યોજવામાં આવી હતી. પાકિસ્તાનના વિકાસ મંત્રીએ કોઈ ચોક્કસ જવાબ આપ્યો નથી.

ચાઈનીઝ કંપનીઓના કારણે પાકિસ્તાન સરકારમાં ચિંતાનો વિષય બન્યો છે. ચાઇનીઝ કંપનીઓ દ્વારા પાકિસ્તાન ઉપર ખૂબ જ દબાણ બનાવવામાં આવી રહ્યું છે અને ૩૦૦ અરબ રૂપિયા નું લેણું બાકી બોલે છે. પાકિસ્તાન માટે આ ખૂબ ચિંતાનો વિષય બની ગયો છે.

અત્યારના સમયમાં પાકિસ્તાનના ખૂબ જ ગરમી પડી રહી છે જો આ સમય પાકિસ્તાનમાં વીજળીક આપી દેવામાં આવશે તો પાકિસ્તાનમાં અનેક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેમ જ કેટલીક કંપનીઓ તાત્કાલિક ધોરણે જ બંધ થતી જોવા મળશે.

પ્રાઇવેટ કંપનીઓ દ્વારા સરકાર ઉપર ખૂબ જ વધુ દબાણ બનાવવામાં આવી રહ્યું છે અને આના માટે જલ્દીથી નિરાકરણ આવે તે માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે.

ચાઇનીઝ કંપનીઓ દ્વારા કોયલા ની કિંમતમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે જેથી કોયલા ની કિંમત ચાર ગણા સુધી વધી છે. પાકિસ્તાનની ઇકોનોમીમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ક્ષમતામાં પણ ઘટાડો હોવાના કારણે ભાવમાં જલ્દીથી વધારો થઇ ગયો છે.

પાકિસ્તાનમાં વીજળી કાપ ન થાય તે માટે તે ખૂબ જ પ્રયત્ન કરી રહી છે. તેમજ સરકારે જણાવ્યું છે કે તે પોતાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે અને પોતાની જનતા ઉપર કોઈ પણ નુકસાન થવા દેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.