પાકિસ્તાને અફઘાનિસ્તાન પર બોમ્બ વરસાવ્યા, તાલિબાને પણ કર્યા પ્રહારો

અફગાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ બહુ જલ્દી આગળ વધી રહ્યું છે અને તાલિબાનને એ ચોખવટ કરી છે કે જો પાકિસ્તાનની સીમા પર ગોળીબારી કે એરસ્ટ્રાઈક કરી તો તેઓ ચૂપ રહેશે નહીં અને પાકિસ્તાન પર હુમલો કરી દેશે. ગયા વર્ષએ ઓગસ્ટમાં અફગાનિસ્તાનની સત્તા પર કબજો કર્યા પછી પાકિસ્તાનએ તાલિબાન સરકારની માટે આખી દુનિયા પાસે સપોર્ટ માંગ્યો હતો, પણ બંને વચ્ચેના સંબંધનો ખૂબ નાટકીય રીતે અંત આવી ગયો હતો.

એશિયા ટાઈમ્સ અને પાકિસ્તાની સમાચાર પત્રએ દાવો કર્યો છે કે 14 એપ્રિલએ અફગાનિસ્તાનની તાલિબાની ફોર્સે પાકિસ્તાનની સીમા રેખા અંદર 35 જેટલા બોમ્બ લગાવડાવ્યા છે. આ સિવાય પાકિસ્તાન પોસ્ટ પર અફગાનિસ્તાનના બળોએ લગભગ 6 કલાક સુધી ફાયરિંગ કર્યું હતું. એ પછી જવાબમાં પાકિસ્તાન તરફથી પણ કાર્યવાહી કરવામાં આવે છે.

આમાં પાકિસ્તાની જેટ વિમાનએ શનિવારે અફગાનિસ્તાન અને કુનાર પ્રાંતમાં આતંકી સંગઠન અને હાફિઝ વગેરે ઠેકાણે ખૂબ જ બોમ્બબારી કરે છે. એ પછી તાલિબાન ખૂબ ગુસ્સે ભરાયું છે. અને તેમણે પાકિસ્તાનને ધમકી આપી છે . રિપોર્ટ પ્રમાણે અફગાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે આવેલ સીમા પર વાતાવરણ ખૂબ ગરમ થઈ ગયું છે.

પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ હુમલામાં અફગાનિસ્તાનમાં અનેક લોકો માર્યા ગયા છે. એ પછી ઉત્તરી વજીરિસ્તાનમાં અફગાનિસ્તાન ફોર્સે સાત પાકિસ્તાની સૈનિકોને બોમ્બથી ઉડાવી દીધા છે. પરંતુ, અફઘાનિસ્તાનના પશ્તુન વિસ્તારોમાં પાકિસ્તાન સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ મોટી રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તે જ સમયે, લોકોના ગુસ્સાથી ડરીને, તાલિબાન સરકારે પણ પાકિસ્તાન સામે આકરી પ્રતિક્રિયા આપી છે, કારણ કે અફઘાનિસ્તાનમાં અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, તાલિબાન દેશના નાગરિકોને બાહ્ય હુમલાઓથી બચાવવામાં અસમર્થ છે.

પાકિસ્તાન-અફગાનિસ્તાન સીમા પર સતત હિંસક વાતાવરણ થઈ રહ્યું છે. જો કે જયા સુધી ઈમરાન ખાણ પ્રધાનમંત્રી હતા ત્યાં સુધી પાકિસ્તાન સેના કંટ્રોલમાં દેખાઈ રહી હતી, પણ ઈમરાન ખાણના હટતા જ અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરીને જનરલ બાજવાને ક્લિયર જણાવી દીધું છે કે પાકિસ્તાની સેના એ અમેરિકા સાથે છે. તો બીજી બાજુ આતંકીઓએ બે અલગ અલગ જગ્યાએ હુમલો કરીને પાકિસ્તાની સેનાના બે જવાનની હત્યા કરી દીધી છે.

આ વાત પાકિસ્તાની સેના એ પણ જણાવી છે. તેને લઈને પાકિસ્તાની વિદેશ મંત્રાલયએ તાલિબાન સરકાર સામે આકારો વિરોધ કર્યો છે. પણ રિપોર્ટ પ્રમાણે તાલિબાને તહરીક-એ-તાલિબાન સામે કાર્યવાહી કરવાનો ઈન્કાર કરી દીધો છે અને આ સંજોગોમાં સરહદ પર યુદ્ધની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.