પલક તિવારી માતાને જલ્દી જ આરામ આપવા માંગે છે, ઘરમાં કમાઈ કરવાવાળી એકલી માતા જ છે

આરજે સિદ્ધાર્થ સાથે એક ઇંટરવ્યૂમાં પલક તિવારી કે જે શ્વેતા તિવારીની દીકરી છે તેણે ઘણી બધી વાતો જણાવી હતી. તેણે કહ્યું કે, ‘હું પોતાની જાતને સક્ષમ બનાવવા માંગુ છું કે મારા પરિવારની બધી જરૂરીયાતો પૂરી કરી શકું. મરી માતા શ્વેતા આખા પરિવારને એકલી સંભાળે છે અને હું ઈચ્છું છું કે જલ્દી જ તેમને તેમની જવાબદારીઓમાંથી મુક્ત કરું.

આજે પરિવારમાં કોઈપણ વ્યક્તિ એટલા પૈસા નથી કમાઈ રહ્યા એટલેહું માતા શ્વેતાને કહેવા માંગુ છું કે તેમને હવે એકસ્ટ્રા કામ કરવાની જરૂરત નથી.’ આ પલક તિવારીએ કોઈનું નામ તો નથી લીધું પણ તેની વાતને અભિનવ કોહલી પર નિશાન હતું.

પલક આગળ જણાવે છે કે, ‘હું મારા ભાઈના ભણવાનો ખર્ચ ઉઠાવવા માંગુ છું અને જીવનભર તેનું ધ્યાન રાખવા માંગુ છું. પોતાની નાનીનું મેડિકલ બિલ, નાનાના મેડિકલ બિલ, પોતાની માતાના ખર્ચા બધુ જ તે પોતાની કમાણીથી કરવા માંગે છે. પલક એટલી સક્ષમ બનવા માંગે છે કે તે પોતાની બધી જવાબદારી ઉઠાવી શકે. તે પોતાના પરિવાર માટે એક એવી વ્યક્તિ બનવા માંગે છે કે જેની પર તેઓ ભરોસો કરી શકે.’

તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારી પોતાના બીજી સએડ્યુલને લીધે ઘણા વિવાદોમાં આવી હતી. જ્યારે તેના પૂર્વ પતિ અભિનવ કોહલીએ આરોપ લગાવ્યો હતો કે શ્વેતા પોતાના દીકરા રેયાંશને હોટલમાં મૂકીને ગઈ હતી કેમ કે તેને સાઉથ આફ્રિકામાં પોતાના શો ખતરો કે ખિલાડીનું શૂટિંગ કરવું હતું. અભિનવે એ પણ આરોપ લગાવ્યો હતો કે શ્વેતા તિવારી તેમને તેમના દીકરાથી દૂર રાખે છે, ક્યારેય મળવા દેતી નથી.

 

ઉલ્લેખનીય છે કે પલક તિવારી શ્વેતા અને તેના પહેલા પતિ રાજા ચૌધરીની પુત્રી છે, જ્યારે રેયાંશ શ્વેતા અને તેના બીજા પતિ અભિનવ કોહલીનો પુત્ર છે. જ્યારે શ્વેતા તિવારીએ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો ત્યારે પલક તેની માતાના સમર્થનમાં સામે આવી.

એટલું જ નહીં, તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને અભિનવ કોહલી પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. તે જ સમયે, શ્વેતા તિવારીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અભિનવ કોહલી એવો વ્યક્તિ છે જે બાળકોના ઉછેર માટે ઘરે એક પૈસો પણ નથી આપતો.

Leave a Reply

Your email address will not be published.