પાણી ભરવા માટે આદિવાસી મહિલાઓ જીવના જોખમે દોરી ના પુલ પર ચાલે છે, જુઓ તેનો વિડીયો

મોટા મોટા શહેરોમાં કેટલાક લોકો પાણી નો બચાવ કરતા નથી. તેમના ઘરમાં નળ કનેકશન લગાવવામાં આવેલું હોય છે. શહેરમાં ખૂબજ વધુ માત્રામાં પાણી આવે છે પરંતુ ગામડાઓમાં આ સુવિધા જોવા મળતી નથી. ગામડાઓમાં એક બાલટી પાણી લેવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. કેટલાક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને દુર દુર સુધી પાણી લેવા માટે જતા હોય છે તેઓ જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં નજર આવી રહ્યું છે કે કેટલીક મહિલાઓ બે પહાડો વચ્ચે એક પાતળી દોરી ઉપર ચાલીને પાણી લેવા માટે જઈ રહી છે. વીડિયોમાં નજર આવી રહ્યું છે કે મહિલાઓ પોતાના માથા ઉપર માટલુ મુકીને ચાલી રહ્યા છે જે ખૂબ જ ચોકાવનારી વાત છે. આ ગામના અનેક લોકો નદીમાં પડીને મૃત્યુ પણ પામ્યા છે.

આ ચોંકાવનારા વીડિયો મહારાષ્ટ્ર ત્રંબકેશ્વર તાલુકામાં શરખેજ ગામનો છે. અહીંયા અલગ અલગ જાતિના લોકો રહે છે જેમાં ૩૦૦થી વધુ આદિવાસી અહીંયા પોતાનો નિવાસ કરી રહ્યા છે. પીવાના પાણી માટે આ દરેક લોકોને પુલ ઉપર ચઢવું પડે છે. વીડિયોમાં નજર આવી રહ્યું છે કે આ ખૂબ જ ભયાનક છે અને તેના ઉપર ચાલવું ખૂબ જ જોખમ ભર્યું કાર્ય છે.

વીડિયોમાં નજર આવી રહી છે કે મહિલાઓ જે નદીના પુલ ઉપર ચાલી રહી છે તે પાણી ખૂબ જ ખરાબ હોવાના કારણે તેમને ખૂબ જ દૂર ચાલી ને એક ઝરણાં માંથી પાણી ભરવું પડે છે. 25 ફૂટ ઊંડો આવેલો છે આ પુલ. સ્થાનિક લોકો દ્વારા આ વિડીયો સત્સંગ મીડિયા ઉપર મૂકવામાં આવે છે અને દિવસે ને દિવસે આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેના કારણે સરકાર ઉપર ખૂબ જ દબાણ આવી રહ્યું છે.

મધ્યપ્રદેશમાં પણ પાણી માટે એક આવો જ કિસ્સો જોવા મળ્યો હતો જ્યારે કેટલીક મહિલાઓ કૂવામાં ઉતરી ને પાણી ભરતી હતી.

Leave a Reply

Your email address will not be published.