પશુપાલકો માટે આનંદના સમાચાર, અમૂલે દૂધના ખરીદી ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો

અમુલ દ્વારા ફરી એકવાર પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. અમૂલ દૂધ માં 1 કિલો ફેટ ઉપર દસ રૂપિયા નો ખૂબ જ મોટો વધારો કરવામાં આવ્યો છે. 1 કિલો ફેટ ઉપર સૌ પહેલાં 730 રૂપિયા આપવામાં આવતા હતા પરંતુ હવે તે 740 રૂપિયા આપવામાં આવશે. અમુલ દ્વારા ગાયના એક કિલો ફેટ ઉપર ચાર રૂપિયા ૫૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 11 જૂન થી નવા ભાવ લાગુ પડશે. સૌથી વધુ ફાયદો આનંદ, ખેડા અને મહીસાગરના બે લાખથી વધુ પશુપાલકોને થશે.

કોરોના મહામારી બાદ સૌપ્રથમવાર પશુપાલકો માટે અમુલ દ્વારા ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. 1 કિલો ફેટ ઉપર દસ રૂપિયાનો વધારો કરતાં પશુપાલકો ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે. ગાયના એક કિલો ફેટનો ભાવ 327 રૂપિયા હતો. પરંતુ આગામી સમયમાં 331 રૂપિયા કરી દેવામાં આવશે જેમાં ચાર રૂપિયા ૫૦ પૈસાનો વધારો નોધવામાં આવ્યો છે.

 

સમગ્ર ભાવમાં બદલાવ 11 જૂનના દિવસે જોવા મળશે. અત્યારે 730 રૂપિયા લેખે પશુપાલકોને ચૂકવવામાં આવશે પરંતુ 11 ના દિવસે 740 રૂપિયા લેખે પશુ ચાલકોને આપવામાં આવશે. ગુજરાતમાં સૌથી વધુ ફાયદો આણંદ ખેડા અને મહીસાગરના પશુપાલકોનો જોવા મળશે.

આજે પશુપાલનનો ધંધો ખૂબ જ ખર્ચાળ બન્યો છે તેવામાં તેમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અમૂલ દ્વારા ખૂબ જ મોટું પગલું ભરવામાં આવી રહ્યો છે જેના કારણે ફરી એકવાર શ્વેત ક્રાંતિમાં તેજી જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published.