પાટણના શિક્ષકે દેખાડી માનવતા, પંખીઓને રહેવા માટે 4.5 લાખ રૂપિયાનું બનાવ્યું પક્ષીઘર

લોકો સમજ કલ્યાણ માટે ખૂબ જ કાર્ય કરતા હોય છે પરંતુ પ્રથમવાર પ્રાથમિક શાળાના શિક્ષકે માનવતા દાખવી છે અને તાજેતરમાં પક્ષીઓ માટે સાડા ચાર લાખ રૂપિયા ખર્ચ કરીને 800 પક્ષીઓ રહી શકે તેઓ ખૂબ જ સુંદર ઘર બનાવ્યું છે. તેમના પરિવાર દ્વારા દરેક જિલ્લામાં આવા ઘરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

શિક્ષણ સાથે સામાજિક રીતે કાર્યમાં પણ આગળ

શેખપુરા ગામમાં પોતાની શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રિતેશભાઇ રમેશભાઈ પટેલ જેવા બાલીસના ગામના છે. તેમજ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવાની સાથે સાથે આ અબોલ આ જીવને પણ મદદ કરવી એવું તે સમાજને શીખવે છે. જાન્યુઆરી ની શરૂઆત માં સાડાચાર લાખ રૂપિયા ખર્ચો કરીને છ માળનું 800 પક્ષીઓ રહી શકે તેઓ આધુનિક બનાવ્યું છે. તેમજ આ ઘર બનાવવા માટે તેમણે મોરબી થી મટીરીયલ લાગુ પડ્યું હતું તેમજ ગામના ચાર કારીગર જોડે આગળનું બનાવટ કરવામાં આવ્યું છે. તેમજ કારીગરોને ૩૦ દિવસ જેટલો સમય લાગ્યો હતો આ મંદિર બનાવતા.

શિક્ષકના પરિવાર સભ્યો દ્વારા અનેક સ્તરો ઉપર બનાવવામાં આવ્યા પક્ષીઘર

સરસ્વતી મુક્તિધામ સિધ્ધપુર

બાલીસણા ગામ ચાર પક્ષીઘર

નડાબેટ બોર્ડર ઉપર

પાટણ સંડેર અને બાલીસના રોડ ઉપર

પક્ષીઓની સેવા કરી ખૂબ જ આનંદ થાય છે.

વિડિયો રિપોર્ટર સાથે વાતચીત કરતા પ્રિતેશ પટેલ જણાવ્યું છે કે તેમને પક્ષીઓની મદદ કરીને ખુબ જ આનંદ થાય છે અને તેને પોતાના ખર્ચ તે સાડા ચાર લાખ રૂપિયા પક્ષીઓ માટે વાપર્યા છે. જે એક ખૂબ સારી વાત છે.

એક વિદ્યાર્થીની આંખમાં પ્રોબ્લેમ થતા શિક્ષકે ઓપરેશન કરાવી આપ્યું.

શાળામાં અભ્યાસ કરતી એક છોકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી પરંતુ ખેતી કામ દરમિયાન તેની આંખમાં દાતરડુ લાગી ગયું હતું અને ઓપરેશન માટે 30 હજાર જેટલો ખર્ચ હતો પરંતુ વિદ્યાર્થીની ઘર વાળા લોકો આ ખર્ચો થઈ શકે તેમ ન હતા માટે શિક્ષકે પોતાના પૈસા દ્વારા છોકરી નું ઓપરેશન કરાવ્યું.

Leave a Reply

Your email address will not be published.