પત્રકારો વચ્ચે યુવરાજ સિંહે કહ્યું ધોની મને મારશે ત્યારબાદ યુવરાજ સિંહ ધોની ને જોઈ ત્યાંથી ડરી ને..

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમ એસ ધોની અને યુવરાજ સિંહ ક્રિકેટ મેદાનમાં સારી બોંડિંગ શેર કરે છે. ધોની-યુવરાજની જોડીએ ટીમ ઈન્ડિયાને ઘણી મેચો જિતાવી છે. તમને જણાવી દઈએ કે આ બંને ક્રિકેટર એ ફક્ત ગેમ પર જ સારું પ્રદર્શન કરે છે એવું નહીં પણ મેદાનની બહાર પણ તેઓ વચ્ચે સારી બોંડિંગ બતાવે છે. મીડિયા દ્વારા પૂછવામાં આવતા સવાલના જવાબ આપવા એ તેમની માટે હમેશાં મુશ્કેલી ઊભા કરતાં હોય છે.

આવી જ કશુંક જોવા મળ્યું હતું ત્યારે જ્યારે યુવરાજ સિંહ એ મીડિયાના સવાલના જવાબ આપતા આપતા ગુસ્સે થઈ ગયા હતા. આ દરમિયાન પત્રકારો વચ્ચે મહેન્દ્ર ધોની પણ બેઠા હતા. જ્યારે ધોનીને યુવરાજ સિંહ સવાલ પૂછવા માટે કહે છે ત્યારે ધોનીએ પોતાની ખુરશી છોડીને ભગવા લાગે છે.

ધોની કહે છે કે ‘મને પકડીને મારશે તે.’ પછી જ્યારે એક પત્રકારએ યુવરાજ સિંહને સવાલ પૂછ્યો, ‘બેટ્સમેનના મનમાં કોઈ ડર હોય છે કે જો તેઓ 1-2 મેચ નહીં રમે તો ટીમમાં તેમણે જગ્યા નહીં મળે? આ સવાલના જવાબમાં યુવરાજ સિંહ ગુસ્સે થઈ જાય છે અને કહે છે, ‘mari 260 મેચ થઈ ગઈ છે ભાઈ જો આવો ડર હોત તો હું ક્યારનો બહાર થઈ ગયો હોત.’

યુવરાજ સિંહને આવો ગુસ્સામાં જોઈને ધોનીનું રીએક્શન પણ જોવા જેવુ હતું. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેઓ પણ યુવરાજને સવાલ પૂછે તો ધોની કશું જ કહ્યા વગર ત્યાંથી ચાલ્યા જાય છે. તમને જણાવી દઈએ કે યુવરાજ સિંહએ ભારતની માટે 304 વનડે રમી હતી જેમાં તેમણે 8701 રન બનાવ્યા હતા. તો ધોનીએ ભારત માટે 350 વનડે રમી હતી. ધોનીની કેપ્ટનશીમાં ટીમ ઈન્ડિયા 3 વાર આઈસીસીની ટ્રોફી જીતી છે.

Leave a Reply

Your email address will not be published.