પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્ય પદાર્થોના તેલના ભાવમાં પણ થયો ધરખમ ઘટાડો, જાણો એક ક્લિક પર

પેટ્રોલ-ડીઝલ ની કિંમતોમાં ઘટાડો થયા બાદ હવે ખાદ્ય તેલની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અને બીજી તરફ વિદેશોમાં ખાદ્ય તેલની કિંમત ખૂબ જ વધી રહી છે. ભારતમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતાં લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા સાત દિવસમાં તેલ માં ૧૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. સરસવના તેલમાં 200 રૂપિયાનો ઘટાડો થતા 15050 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે માર્કેટમાં વેચાઈ રહ્યો હતો.

સોયાબીનના ભાવ માં 400 રૂપિયાનો ધરખમ ઘટાડો

તમે જાણીને ખુશ થઈ જશો કે સોયાબીનના ભાવ માં 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સૌ પ્રથમ ભાવમાં ઘટાડો દિલ્હીમાં જોવા મળ્યો હતો. અને 16650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે સોયાબીન મળી રહ્યું છે. બીજા અન્ય શહેરમાં જેમકે ઈન્દોરમાં પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને સોયાબીનની ડીગમ માં 300 રૂપિયાના ઘટાડા સાથે 15250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે વેચાઈ રહ્યું છે.

મગફળી ના તેલ માં 200 રૂપિયાનો ઘટાડો

છેલ્લા સાત દિવસથી મગફળીના ભાવમાં ખૂબ જ ઘટાડો થવાના કારણે મગફળી ના તેલ માં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ મગફળી ના તેલ નો ઘટાડો ભારત દેશમાં ગુજરાત રાજ્ય માં જોવા મળ્યો હતો અને આજે મગફળી તેલ નો ભાવ 2625 થી લઈને 2850 સુધી ચાલે છે.

મળતી માહિતી મુજબ ઇન્ડોનેશિયા દ્વારા નિયત કરવામાં આવેલ દરેક તેલ ના ભાવમાં મુખ્ય રીતે ઘટાડો જોવા મળે છે. પામોલીન તેલમાં વિશ્વ બજારમાં 100 ડોલરનો ઘટાડો થતાં સમગ્ર જગત ઉપર તેની અસર જોવા મળી રહી છે. અને ભાવ ઘટવાની સાથે વિદેશોમાં તેની માંગ પણ વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published.